Get News Alerts

Never miss breaking news updates.

Ambaji Mohanthal Prasad GI Tag : બનાસકાંઠાના અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો ઐતિહાસિક GI ટેગ, રાષ્ટ્રીય સ્તરે મળી વિશિષ્ટ ઓળખ

Ambaji Mohanthal Prasad GI Tag : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Oct 2026 02:33 PM IST
Ambaji Mohanthal Prasad GI Tag : બનાસકાંઠાના અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો ઐતિહાસિક GI ટેગ, રાષ્ટ્રીય સ્તરે મળી વિશિષ્ટ ઓળખAmbaji Mohanthal Prasad GI Tag : બનાસકાંઠાના અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો ઐતિહાસિક GI ટેગ, રાષ્ટ્રીય સ્તરે મળી વિશિષ્ટ ઓળખ

Ambaji Mohanthal Prasad GI Tag

Ambaji Mohanthal Prasad GI Tag : અંબાજીના મોહનથાળને ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ મળતાં તેની પરંપરાગત ઓળખને વિશેષ માન્યતા મળી છે. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.

અંબાજીના ચાચર ચોક ખાતે આયોજિત સમારોહમાં મોહનથાળ પ્રસાદના GI ટેગનું સત્તાવાર પ્રમાણપત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિતની અધ્યક્ષતા રહી હતી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તિરુપતિના લાડુ બાદ અંબાજીના મોહનથાળની વિશિષ્ટ ઓળખ

મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજી અને જરૂરી વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 ઑક્ટોબર, 2026ના રોજ GI ટેગનું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ પવિત્ર દિવસે આ પ્રમાણપત્ર સત્તાવાર રીતે ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું.

GI ટેગ એટલે ભૌગોલિક ઓળખ. આ માન્યતા કોઈ ચોક્કસ વિસ્તાર સાથે સંકળાયેલા ઉત્પાદનની વિશિષ્ટ ઓળખ અને પરંપરાને ઓળખ આપે છે. અંબાજીના મોહનથાળને આ ટેગ મળવાથી તેની ઓળખનું સંરક્ષણ કરવામાં અને તેના નામના અનધિકૃત ઉપયોગ સામે કાયદાકીય પગલાં લેવામાં મદદ મળી શકે છે. સાથે જ અસલ મોહનથાળ અને તેની પરંપરાગત ઓળખ અંગે શ્રદ્ધાળુઓમાં વિશ્વાસ મજબૂત બનાવવાનો માર્ગ ખુલશે.

માતાજીના પ્રસાદને રાષ્ટ્રીય ઓળખ

સમારોહ દરમિયાન પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિતે પરંપરાગત ઉત્પાદનોની મૂળ ઓળખ અને ગુણવત્તા જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અંબાજી દર્શનાર્થે આવતા ભક્તોને અસલ અને પરંપરાગત મોહનથાળ પ્રસાદ મળી રહે તે માટે આ માન્યતા ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, અમદાવાદ સ્થિત ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા (EDII) દ્વારા GI ટેગ ધરાવતા ઉત્પાદનોના પ્રચાર અને વેચાણ માટે વિશેષ GI સ્ટોર કાર્યરત કરાયો હોવાનું જણાવાયું હતું.

આવી પહેલ પરંપરાગત ઉત્પાદનોને વધુ લોકો સુધી પહોંચાડવામાં અને તેમની બજારક્ષમતા વધારવામાં મદદરૂપ બની શકે છે. અંબાજીના મોહનથાળને મળેલી આ ઓળખ માત્ર એક પ્રસાદની સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતની ધાર્મિક પરંપરા, સાંસ્કૃતિક વારસા અને ભક્તિભાવ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gujarat Police : પંજાબના મેડ સંધુ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ગુજરાત ATS અને વલસાડ SOGએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે