Bharuch News: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી પૂર્વે પ્રતિમાને પુષ્પાંજલિ સાથે આરતી ઉતારી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Bharuch News: આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી પૂર્વે ભરૂચ શહેરમાં શ્રદ્ધા અને સન્માન સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Bharuch Birsa Munda 151st Birth AnniversaryBharuch Birsa Munda 151st Birth Anniversary

Bharuch Birsa Munda 151st Birth Anniversary

Bharuch News: આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી પૂર્વે ભરૂચ શહેરમાં શ્રદ્ધા અને સન્માન સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેરના મધ્યમાં આવેલા સ્ટેચ્યુ પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આરતી ઉતારવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રતિમાને નમન કરી તેમના જીવનસંઘર્ષ અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને યાદ કર્યા હતા.

દેશ માટે આપ્યું અમૂલ્ય યોગદાન

ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, અસ્મિતા, સ્વાભિમાન અને શોષણ સામેના સંઘર્ષમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમનું સમગ્ર જીવન અન્યાય અને શોષણ સામે લડવાની પ્રેરણા આપનારું રહ્યું છે. તેમની 151મી જન્મજયંતી પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમના સંઘર્ષ, સમાજસેવા અને દેશ માટેના અમૂલ્ય યોગદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અનેક મહાનુભાવો રહ્યા હાજર

ભરૂચ વહીવટી તંત્ર અને ભરૂચ નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા માલાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ અને નિરલ પટેલ સહિતના આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આરતીમાં ભાગ લીધો હતો. ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરી તેમની સ્મૃતિને વંદન કરવામાં આવ્યું હતું. જન્મજયંતી પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસ અને મહાન ક્રાંતિકારીના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Bhavnagar News: મોખડાજી સર્કલ નજીક લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, SMCની મોટી કાર્યવાહી