Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વરના કોસમડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

Ankleshwar Gambling Raid: અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે પદ્માવતી કોમ્પ્લેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર જીઆઈડીસી પોલીસે દરોડો પાડી કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.ચોક્કસ બાતમીના આધારે પોલીસે...
R Gajjar
R GajjarUpdated on: 07 Sep 2026 01:22 PM IST
અંકલેશ્વરના કોસમડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયાઅંકલેશ્વરના કોસમડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

Ankleshwar Gambling Raid

Ankleshwar Gambling Raid: અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે પદ્માવતી કોમ્પ્લેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર જીઆઈડીસી પોલીસે દરોડો પાડી કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

52f310e2-2306-4fcb-982d-27a2013c0d10.webp

ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે જીઆઈડીસી પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી.

દરોડા દરમિયાન પોલીસે શનિ ઉર્ફે બેરીગ ચૌધરી, શ્યામલાલ ચૌધરી, સંજય વસાવા, રૂદલ બિંદ, કિસ્મત અલી રમાની અને યશ બાબુલ સહિત કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના દાવ પર મુકાયેલી તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલી કુલ રૂ.11,450ની રોકડ રકમ કબજે કરી હતી. આ મામલે જીઆઈડીસી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]