Ankleshwar Expired Food Raid: અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાંથી એક્સપાયરી માલ ઝડપાયો, ફૂડ વિભાગે જથ્થો નાશ કર્યો



Ankleshwar Expired Food Raid
Ankleshwar Expired Food Raid: અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાંથી એક્સપાયરી માલ ઝડપાયો, ફૂડ વિભાગે જથ્થો નાશ કર્યો



Ankleshwar Expired Food Raid
Ankleshwar Expired Food Raid: અંકલેશ્વરના સાગબારા ફાટક પાસે અનાજ-કરિયાણાની દુકાનમાં મુદત પૂરી થયેલો ખાદ્ય સામાન વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન એક્સપાયરી થયેલો ખાદ્ય સામાન મળી આવતા જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ફરસાણ સહિત વિવિધ એક્સપાયરી સામાન મળ્યો
સાગબારા ફાટક સ્થિત નાયરા પેટ્રોલ પંપની સામે આવેલી દુકાનમાં તપાસ દરમિયાન ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમને 4 કિલો ફરસાણ, 3 કિલો આંબલી, 800 ગ્રામ ખજૂર, 1.700 કિલો સીંગ અને 10 પાઉચ ઇન્દોરી પાન સહિતનો મુદત પૂરી થયેલો સામાન મળી આવ્યો હતો. વિભાગની ટીમે આ તમામ જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

વેપારી સામે કાર્યવાહી કરવાની માંગ
મુદત પૂરી થયેલા ખાદ્ય પદાર્થોનું વેચાણ લોકોના આરોગ્ય માટે જોખમી બની શકે છે. સમગ્ર ગુજરાતમાં ફૂડ સેફ્ટી વિભાગ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા એક્સપાયરી તથા અશુદ્ધ ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વરની આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને ગ્રાહકોમાં આવા કિસ્સામાં જવાબદાર વેપારીઓ સામે કડક દંડનીય અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



