Get News Alerts

Never miss breaking news updates.

Mangrol Scrap Theft Case: માંગરોળની સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 3 ચોર સહિત મુદામાલ ખરીદનાર ઝડપાયા

Mangrol Scrap Theft Case: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલી સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીના કેસમાં પાલોદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ચોરી કરનાર 3 આરોપીઓ સહિત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર...
R Gajjar
R GajjarUpdated on: 10 Sep 2026 07:56 PM IST
Mangrol Scrap Theft Case: માંગરોળની સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 3 ચોર સહિત મુદામાલ ખરીદનાર ઝડપાયાMangrol Scrap Theft Case: માંગરોળની સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 3 ચોર સહિત મુદામાલ ખરીદનાર ઝડપાયા

Mangrol Scrap Theft Case

Mangrol Scrap Theft Case: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલી સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીના કેસમાં પાલોદ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ચોરી કરનાર 3 આરોપીઓ સહિત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વેપારીને ઝડપી લીધો છે.

રૂ.6.67 લાખનો મુદ્દામાલ કબજે

પાલોદ પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો નાનો-મોટો ભંગાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ રૂ.6.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ત્રણેય ચોરીના આરોપીઓ હથોડા ગામના જ હોવાનું સામે આવ્યું છે.

કંપનીઓમાં રેકી કરી ચોરી કરતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અલગ-અલગ કંપનીઓમાં અગાઉથી રેકી કરતા હતા. ત્યારબાદ કંપની પરિસરમાંથી પાણીની મોટરો, વાલ અને અન્ય ભંગારનો સામાન ચોરી કરી તેને વેચી નાખતા હોવાની માહિતી સામે આવી છે. સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીની ફરિયાદ બાદ પાલોદ પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વેપારીની પણ પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર મામલે પાલોદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીઓ દ્વારા અન્ય કોઈ સ્થળે ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]