Mehsana News: મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિકાસના અનેક નિર્ણયો, મહિલાઓ માટે ખાસ રેસ્ટ એરિયા બનશે


Mehsana News
Mehsana News: મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિકાસના અનેક નિર્ણયો, મહિલાઓ માટે ખાસ રેસ્ટ એરિયા બનશે


Mehsana News
Mehsana News: મહેસાણા મહાનગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે અનેક મહત્વપૂર્ણ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં મહાનગરપાલિકાની નવી મુખ્ય કચેરી માટે જગ્યા મેળવવાની માગણીને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા, વડીલોની આરોગ્ય સુવિધા, આધુનિક કન્વેન્શન સેન્ટર અને સ્વદેશી મેળા સહિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં મહિલાઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાસ રેસ્ટ એરિયા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી શહેરમાં આવતી-જતી મહિલાઓને આરામ અને જરૂરી સુવિધાઓ મળી શકશે.
પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની મંજૂરી
આ ઉપરાંત 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે 'વડીલ વંદના આરોગ્ય સેવા યોજના' લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ યોજનાનો લાભ મહાનગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા સફાઈ મિત્રોને પણ આપવામાં આવશે. શહેરમાં આધુનિક કન્વેન્શન સેન્ટર બનાવવાની દિશામાં પણ મહત્વનું પગલું ભરાયું છે. આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથ (SHG) સાથે જોડાયેલી બહેનોને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે.
વિવિધ વિકાસલક્ષી કામોને બહાલી આપવામાં આવી
શહેરની સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા માટે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026ના મોડેલ બાયલોઝનો અમલ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટી.પી. સ્કીમ નંબર-12 (નાગલપુર)નો ડ્રાફ્ટ જાહેર કરવા સહિતના વિવિધ વિકાસલક્ષી કામોને બહાલી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની આ સાધારણ સભામાં લેવાયેલા નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ શહેરના માળખાકીય વિકાસની સાથે નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો છે. હવે આ નિર્ણયોનો અમલ ક્યારે શરૂ થાય છે તેના પર શહેરવાસીઓની નજર રહેશે.
આ પણ વાંચો: Rajkot News: જેતપુરમાં ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત, 108 અને 112ની કામગીરી સામે પરિવારના ગંભીર આક્ષેપ





