Thara Municipality Election : થરા નગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 24 ઉમેદવારોના નામ જાહેર કર્યા


Thara Municipality Election
Thara Municipality Election : થરા નગરપાલિકા ચૂંટણી માટે ભાજપે 24 ઉમેદવારોના નામ જાહેર કર્યા


Thara Municipality Election
Thara Municipality Election : બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા બાદ આ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
કોને કોને મળી ટિકિટ?
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ 24 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારોનો સમાવેશ થાય છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં જશીબેન સેમાભાઈ પટેલ, રસિલાબેન રમેશભાઈ પ્રજાપતિ, વેરશીભાઈ લવજીભાઈ મકવાણા, રફીકભાઈ કરીમભાઈ મનસુરી, સંગીતાબેન ધર્મેન્દ્રભાઈ મકવાણા અને ખુશી અલ્પેશભાઈ શેઠનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિજયકુમાર પરબતજી ઠાકોર, અમરતભાઈ લાલુભાઈ રાવળ, ગાયત્રીબેન હર્ષદભાઈ દરજી, ચિકાબેન અમરાજી ગોહિલ, મગનભાઈ કલ્યાણભાઈ દેસાઈ, પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા, સીતાબેન રમેશભાઈ કંબોયા અને અશ્વિનીબેન કિરીટકુમાર ઠક્કરના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
થરા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું
યાદીમાં વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ કેશુભા વાઘેલા, પ્રેમિલાબેન પ્રવિણકુમાર ઘાંઘોસ, દીપાલીબેન જીગરકુમાર ઠક્કર, ધવલકુમાર મંગળદાસ ઝવેરી, વિક્રમકુમાર ખેમાભાઈ પરમાર, લીલાબેન દિનેશજી ઘોઘોંશ, નિતાબેન દિલીપકુમાર ઠાકોર, જેઠાજી મફાજી ઠાકોર અને જોગાજી રવાજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે. થરા નગરપાલિકાની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. તાજેતરમાં અન્ય પક્ષોએ પણ ચૂંટણી માટે સંગઠનાત્મક કામગીરી શરૂ કરી છે. હવે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ થરા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારો આગામી ચૂંટણી પ્રક્રિયા હેઠળ પોતાની ઉમેદવારી આગળ ધપાવશે.
આ પણ વાંચો : Anand : કબાડીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ગોડાઉન અને સામાન બળીને ખાખ





