Banaskantha News: નવાવાસમાં ઇકો કારમાં અચાનક આગ, ફાયર બ્રિગેડ વિના લોકોએ ઓલવી

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં ઇકો કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે.
Nisha Parmar
Nisha Parmar
Eco car catches fire in Banaskantha બનાસકાંઠા કાર આગEco car catches fire in Banaskantha બનાસકાંઠા કાર આગ

Eco car catches fire in Banaskantha બનાસકાંઠા કાર આગ

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં ઇકો કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ગામમાં અને આસપાસના વિસ્તારમાં તાત્કાલિક મદદ માટે ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓએ જાતે જ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.

પાણીની ડોલથી આગ પર કાબૂ મેળવ્યો

કારમાં આગ લાગતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોલીસ કર્મચારીઓ સાથે મળીને પાણીની ડોલ વડે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ ઘટનાએ દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આગ જેવી કટોકટીની સ્થિતિમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સવાલો ઊભા કર્યા છે. જો કોઈ ઘર, દુકાન કે વાહનમાં મોટી આગ લાગે તો તેને સમયસર કાબૂમાં લેવા માટે સ્થાનિક સ્તરે કઈ વ્યવસ્થા છે, તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

દાંતા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધાની માગ

નવાવાસ ગામ સહિત દાંતા તાલુકાનાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં આગ જેવી ગંભીર ઘટના બને ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.

સ્થાનિક લોકોની માગ છે કે દાંતા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી આગની ઘટનામાં સમયસર મદદ મળી શકે અને જાનમાલનું નુકસાન અટકાવી શકાય.

હવે જોવાનું એ રહેશે કે નવાવાસની આ ઘટના બાદ તંત્ર આગ જેવી કટોકટીનો સામનો કરવા માટે ફાયર બ્રિગેડની સુવિધા ઊભી કરવા ક્યારે પગલાં ભરે છે.

આ પણ વાંચો : Jharkhand Road Accident: ખુન્ટીમાં બેકાબૂ ટ્રકે લોકોને જમીનદોસ્ત કર્યા, 7 લોકોનાં મોત