Jharkhand Road Accident: ખુન્ટીમાં બેકાબૂ ટ્રકે લોકોને જમીનદોસ્ત કર્યા, 7 લોકોનાં મોત


Jharkhand Road Accident: ખુન્ટીમાં ટ્રકની અડફેટે 7ના મોત
Jharkhand Road Accident: ખુન્ટીમાં બેકાબૂ ટ્રકે લોકોને જમીનદોસ્ત કર્યા, 7 લોકોનાં મોત


Jharkhand Road Accident: ખુન્ટીમાં ટ્રકની અડફેટે 7ના મોત
Jharkhand Road Accident: ઝારખંડના ખુન્ટી જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કર્રા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ કર્રા-તોરપા મુખ્ય માર્ગ પર પોડા નજીક જોને-લુદ્રુ વળાંક પાસે 18 પૈડાંવાળા ઝડપી ટ્રકે રસ્તા કિનારે ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે. ઘાયલ ખુશ્બૂ કુમારીની ખુન્ટી સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સ્કૂટી સવારને જોવા પહોંચેલા લોકો પર ટ્રક ફરી વળ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે આશરે 9:45 વાગ્યે જોને-લુદ્રુ વળાંક પાસે એક સ્કૂટી સવારનું વાહન કાબૂ બહાર ગયું હતું. સ્કૂટી સવાર પુલિયા પાસેની ઝાડીઓમાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસની મહિલાઓ અને બાળકો તેને જોવા તથા મદદ કરવા પુલિયા પાસે પહોંચ્યાં હતાં.
આ દરમિયાન તોરપા તરફથી કર્રા તરફ પૂરપાટ ઝડપે આવી રહેલા 18 પૈડાંવાળા ટ્રકે રસ્તા કિનારે એકત્ર થયેલા લોકોને અડફેટે લીધા હતા. ટ્રકની અડફેટે આવતાં છ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
સારવાર દરમિયાન 12 વર્ષના બાળકનું પણ મોત
અકસ્મા બાદ ઘટનાસ્થળે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. પોલીસ તથા સ્થાનિક લોકોની મદદથી મૃતકોનાં મૃતદેહ અને ઘાયલોને ખુન્ટી સદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાત્રે આશરે 11:15 વાગ્યે સારવાર દરમિયાન 12 વર્ષીય સૌરભ નાયકે પણ દમ તોડ્યો હતો. આ સાથે અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો હતો. મૃતકોમાં પાકો દેવી, કસીલા દેવી, માનહુ દેવી, ગોલુ કુમાર, અંજલિ કુમારી, તુતી કુમારી અને સૌરભ નાયકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો જોને-લુદ્રુ વળાંક નજીક આવેલી કોલોનીના રહેવાસી હોવાનું જણાવાયું છે.
ટ્રકચાલક અને ક્લીનર ફરાર
સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે ટ્રકચાલક નશાની હાલતમાં હતો અને બેદરકારીપૂર્વક પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક અને ક્લીનર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અકસ્મામાં સામેલ ટ્રકનો નંબર JH 02 AJ 1377 હોવાનું જણાવાયું છે. ઘાયલ ખુશ્બૂ કુમારીની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અકસ્માતના ચોક્કસ કારણો અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા નશામાં ડ્રાઇવિંગના આરોપ અંગે પોલીસ તપાસની વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Toyota Innova Bio Ethanol: 100% ઇથેનોલથી ચાલતી ઇનોવા લોન્ચ થશે, ગડકરીનો દાવો




