Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Police : પંજાબના મેડ સંધુ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ગુજરાત ATS અને વલસાડ SOGએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા

Gujarat Police : પંજાબ રાજ્યના અમૃતસરમાં થયેલા મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુના હત્યા કેસમાં ગુજરાત ATS અને વલસાડ SOGને મોટી સફળતા મળી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Oct 2026 02:09 PM IST
Gujarat Police : પંજાબના મેડ સંધુ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ગુજરાત ATS અને વલસાડ SOGએ 3 આરોપીઓને ઝડપી પાડ્યાGujarat Police : પંજાબના મેડ સંધુ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ગુજરાત ATS અને વલસાડ SOGએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા

Madhu Sandhu murder case

Gujarat Police : બન્ને એજન્સીઓની સંયુક્ત કાર્યવાહી દરમિયાન આ કેસમાં વોન્ટેડ ત્રણ શખ્સોને વાપીમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પંજાબ પોલીસની ટીમ ત્રણેયને આગળની કાયદાકીય કાર્યવાહી માટે પંજાબ લઈ ગઈ હોવાનું ગુજરાત ATSની માહિતીમાં જણાવાયું છે.

તા. 3 ઓક્ટોબર, 2026ના રોજ પંજાબના અમૃતસરમાં લોરાહકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે અમૃતસર શહેરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગુજરાત એટીએસ અને વલસાડ પોલીસનું ઓપરેશન

આ કેસના આરોપીઓ અંગે પંજાબની CIA ટીમના વરિષ્ઠ અધિકારીઓએ ગુજરાત ATS સાથે બાતમી અને વિગતો શેર કરી હતી. ત્યારબાદ ગુજરાત ATSના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલી માહિતીના આધારે હત્યા કેસમાં વોન્ટેડ ત્રણ શખ્સો ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં હોવાની વિગતો સામે આવી હતી. ગુજરાત ATSએ વલસાડ SOG સાથે સંકલન કરીને આરોપીઓના લોકેશન અને અન્ય વિગતો શેર કરી હતી.

આરોપીઓ સ્થળ પરથી ભાગી જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને વલસાડ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન વાપીમાંથી હરસિમરનજિત સિંહ ઉર્ફે સિમુ સિંગ્ગા, ફતેહ સિંહ અને અરમાન સિંહને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

પંજાબના મેડ સંધુ હત્યા કેસમાં ત્રણ શખ્સો પકડાયા

ત્યારબાદ ગુજરાત ATSની ટીમે ત્રણેયની પૂછપરછ હાથ ધરી હતી. ATSની માહિતી અનુસાર, પૂછપરછ દરમિયાન હત્યા કેસમાં તેમની કથિત ભૂમિકા, રેકી અને ગુનાને લગતી અન્ય વિગતો અંગે માહિતી મળી હતી. આગળની કાર્યવાહી માટે પંજાબ પોલીસને જાણ કરવામાં આવી હતી. પંજાબ પોલીસની ટીમે તા. 10 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાત ATS પાસેથી ત્રણેય આરોપીઓનો કબજો મેળવી તેમને પંજાબ લઈ ગઈ હતી.

આ સમગ્ર કાર્યવાહી આંતરરાજ્ય પોલીસ એજન્સીઓ વચ્ચેના સંકલનનું ઉદાહરણ છે. હાલ મેડ સંધુ હત્યા કેસમાં ત્રણેયની કથિત ભૂમિકા અને અન્ય સંડોવાયેલા લોકો અંગેની તપાસ પંજાબ પોલીસ દ્વારા આગળ વધારવામાં આવશે. નોંધ: આરોપીઓ સામેના આક્ષેપો તપાસ હેઠળ છે. તેમની કાયદાકીય સ્થિતિ અને કેસની આગળની વિગતો માટે પંજાબ પોલીસના સત્તાવાર નિવેદનની પુષ્ટિ કરવી.

આ પણ વાંચો : Dahod News : જાહેર રોડ પર દારૂ ભરેલી કારના ચાલકે સર્જયો અકસ્માત, કારમાંથી 744 દારૂની બોટલો મળી આવકા પોલીસે આરોપીને દબોચ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે