Get News Alerts

Never miss breaking news updates.

ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC સજ્જ, 1,000 બસથી 30 હજાર વધારાની ટ્રીપનું આયોજન

Ambaji Bhadarvi Poonam Mela 2026 Bus Service: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા-2026ને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાળુઓ અને...
R Gajjar
R GajjarUpdated on: 21 Sep 2026 04:19 PM IST
ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC સજ્જ, 1,000 બસથી 30 હજાર વધારાની ટ્રીપનું આયોજનભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC સજ્જ, 1,000 બસથી 30 હજાર વધારાની ટ્રીપનું આયોજન

Ambaji Bhadarvi Poonam Mela 2026 Bus Service

Ambaji Bhadarvi Poonam Mela 2026 Bus Service: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા-2026ને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાળુઓ અને પદયાત્રીઓની સુવિધા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નવીન બસોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિ રહી હતી.

1,000 બસથી 30 હજાર વધારાની ટ્રીપ

અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન યાત્રાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા આ વર્ષે 1,000 જેટલી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા આશરે 30,000 વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. આ વિશેષ બસ સેવાનો અંદાજે 15 લાખ યાત્રાળુઓને લાભ મળવાની અપેક્ષા છે. પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા 26 સપ્ટેમ્બર સુધી અંબાજી મેળા માટે વિશેષ બસ સંચાલન કરવામાં આવશે.

અંબાજીથી અનેક મહત્વના રૂટ પર બસ સેવા

યાત્રાળુઓની અવરજવર સરળ બને તે માટે અંબાજીથી વિવિધ મહત્વના રૂટ પર સતત બસ સેવા ઉપલબ્ધ રહેશે. જેમાં અંબાજીથી ગબ્બર, આબુરોડ, દાંતા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, તેમજ મહેસાણા, વિસનગર, બેચરાજી, વડનગર, ખેરાલુ જેવા રૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંબાજીથી હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અમદાવાદ, શામળાજી અને ભિલોડા જેવા મુખ્ય રૂટ પર પણ બસ સેવા કાર્યરત રહેશે.

યાત્રાળુઓ માટે 10 બૂથ અને હંગામી શેડ

અંબાજી ખાતે યાત્રાળુઓની સુવિધા માટે કુલ 10 બૂથ બનાવવામાં આવ્યા છે. દરેક બૂથ પર સુપરવાઇઝર અને બૂથ ઇન્ચાર્જ ફરજ બજાવશે. મુસાફરો માટે હંગામી પેસેન્જર શેડ, પીવાના પાણી અને જાહેર શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓને બસ રૂટ અને અન્ય માહિતી સરળતાથી મળી રહે તે માટે માઇક એનાઉન્સમેન્ટ, હોર્ડિંગ્સ અને બેનર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

GPSથી બસોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ

મેળા દરમિયાન બસ સંચાલન પર સતત નજર રાખવા માટે GPS ટેકનોલોજી આધારિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા દ્વારા તમામ બસોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ અને ડેપો ખાતે ફાયર ફાઇટરની પણ તૈનાતી કરવામાં આવી છે.

2025માં 13 લાખથી વધુ મુસાફરોને સેવા

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં આશરે 900 બસો દ્વારા 28,506 ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ બસ સેવાનો લાભ 13.09 લાખ મુસાફરોએ લીધો હતો. આ વર્ષે યાત્રાળુઓની સંભવિત સંખ્યા અને વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યા તેમજ ટ્રીપોમાં વધારો કરવામાં આવ્યો છે. લાખો ભક્તોને સલામત અને સુવિધાજનક મુસાફરી મળી રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]