Get News Alerts

Never miss breaking news updates.

કેપ્ટન સ્મિત મચ્છારના સ્વાસ્થ્યલાભ માટે શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના, ભક્તોએ કરી પૂજા-અર્ચના

Smit Machchhar Health Prayer: ગુજરાતના વીરપુત્ર અને ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારના શીઘ્ર સ્વાસ્થ્યલાભ માટે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાન શામળિયાના મોટી સંખ્યામાં...
R Gajjar
R GajjarUpdated on: 01 Oct 2026 07:23 PM IST
કેપ્ટન સ્મિત મચ્છારના સ્વાસ્થ્યલાભ માટે શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના, ભક્તોએ કરી પૂજા-અર્ચનાકેપ્ટન સ્મિત મચ્છારના સ્વાસ્થ્યલાભ માટે શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના, ભક્તોએ કરી પૂજા-અર્ચના

Smit Machchhar Health Prayer

Smit Machchhar Health Prayer: ગુજરાતના વીરપુત્ર અને ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારના શીઘ્ર સ્વાસ્થ્યલાભ માટે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાન શામળિયાના મોટી સંખ્યામાં ભક્તો આ પ્રાર્થનામાં જોડાયા હતા અને કેપ્ટન સ્મિત મચ્છાર ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી.

વિકટ પરિસ્થિતિમાં બતાવી હતી હિંમત

વિમાનમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છારેએ સાહસ, ધૈર્ય અને કર્તવ્યનિષ્ઠાનું પ્રદર્શન કર્યું હતું. ગંભીર ઈજાઓ થઈ હોવા છતાં તેમણે પોતાની ફરજ નિભાવતાં 174 મુસાફરોના જીવનની રક્ષા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની બહાદુરીની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.

શામળાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના

કેપ્ટન સ્મિત મચ્છારના ઝડપથી સ્વસ્થ થવા માટે શામળાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શામળિયાને પ્રાર્થના કરવામાં આવી હતી. ભક્તોએ તેઓ સંપૂર્ણ સ્વસ્થ બને અને નિરોગી તથા દીર્ઘાયુ જીવન જીવે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર ધાર્મિક પ્રસંગ દરમિયાન ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.

પરિવારને પણ હિંમત અને શક્તિ મળે તેવી કામના

પ્રાર્થનામાં જોડાયેલા ભક્તોએ ભગવાન શામળિયાને વિનંતી કરી કે તેમની કૃપાથી કેપ્ટન સ્મિત મચ્છાર ઝડપથી સ્વસ્થ થઈ પરિવારજનો અને સ્વજનો વચ્ચે પરત ફરે. સાથે જ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને હિંમત, શક્તિ અને સહનશક્તિ મળે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી. કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરી, સેવાભાવ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને વંદન કરતાં ભક્તોએ તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]