Get News Alerts

Never miss breaking news updates.

Arvalli માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાઠંબામાં દોઢ ઈંચ, મોડાસામાં 1 ઈંચ વરસાદ ખાબકયો

Arvalli જિલ્લામાં ગત રાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 14 Sep 2026 07:51 AM IST
Arvalli માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાઠંબામાં દોઢ ઈંચ, મોડાસામાં 1 ઈંચ વરસાદ ખાબકયોArvalli માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાઠંબામાં દોઢ ઈંચ, મોડાસામાં 1 ઈંચ વરસાદ ખાબકયો

Arvalli Rain

Arvalli : લાંબા સમય બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે ખેતી પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. ગત સાંજના સમયે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધતાં જિલ્લામાં ઠેર-ઠેર પાણી વરસ્યું હતું.

અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ

સાઠંબામાં સૌથી વધુ આશરે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મોડાસા શહેરમાં આશરે એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજ, બાયડ, ધનસુરા, માલપુર સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, વરસાદના કારણે કોઈ મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

બીજી તરફ, ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખેતી આધારિત અર્થતંત્ર હોવાથી સમયસર પડેલો વરસાદ ખેડૂતો માટે મહત્વનો માનવામાં આવે છે. વરસાદના કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને વિવિધ ખેતી પાકોને તેનો લાભ મળવાની સંભાવના છે. ખાસ કરીને વરસાદની જરૂરિયાત ધરાવતા પાક માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સ્થાનિકોને બફારાથી મળી રાહત

ગત સાંજથી વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદ શરૂ થતાં ગરમી અને ઉકળાટમાંથી પણ લોકોને રાહત મળી હતી. ઠંડક પ્રસરી જતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. હાલ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

જોકે, આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે તેના પર સૌની નજર રહેશે. સાઠંબામાં દોઢ ઈંચ અને મોડાસામાં એક ઈંચ વરસાદ સહિત અનેક તાલુકાઓમાં થયેલા વરસાદથી અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી છે. ખેતી પાક માટે વરસાદ લાભદાયી રહે તેવી આશા સાથે ખેડૂતો આગામી વરસાદની પણ રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat BJP : PM મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉજવણી, સોમનાથથી નીકળેલી સેવા યાત્રાનું વીરપુરમાં ધમાકેદાર સ્વાગત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે