Gujarat BJP : PM મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉજવણી, સોમનાથથી નીકળેલી સેવા યાત્રાનું વીરપુરમાં ધમાકેદાર સ્વાગત



Gujarat BJP
Gujarat BJP : PM મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉજવણી, સોમનાથથી નીકળેલી સેવા યાત્રાનું વીરપુરમાં ધમાકેદાર સ્વાગત



Gujarat BJP
Gujarat BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ ભવ્ય સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા રથ, બાઈક અને કારના વિશાળ કાફલા સાથે વીરપુર પહોંચી હતી.
ભાજપના અગ્રણી નેતાઓ રહ્યાં હાજર
વીરપુરમાં યાત્રાના આગમન સમયે સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને ગ્રામજનો દ્વારા કંકુ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાના કાફલાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
વીરપુર ખાતે કાર્યક્રમની શરૂઆત જલારામ બાપાની મૂર્તિ સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સમસ્ત ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે ભવ્ય ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભા દરમિયાન જરૂરિયાતમંદ બહેનોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાનની સનદ પણ આપવામાં આવી હતી.
જલારામ બાપાની જય બોલાઈ
આ પ્રસંગે મંત્રી પ્રદ્યુમન વાજાએ જલારામ બાપાની જયના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પની વાત કરી હતી. ‘વિરાસતથી વિકાસ’ અને ‘સંકલ્પથી સિદ્ધિ’ના સંદેશ સાથે દેશના વિકાસને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.યાત્રાની વિશેષતા એ છે કે ગુજરાતના વિવિધ પવિત્ર નદીઓ અને યાત્રાધામોમાંથી પવિત્ર જળ કળશમાં એકત્ર કરવામાં આવી રહ્યું છે.
આ પવિત્ર જળ આગામી 16 સપ્ટેમ્બરે વડનગર ખાતે શ્રી હાટકેશ્વર મહાદેવના જળાભિષેક માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારબાદ કાશી વિશ્વનાથ મહાદેવ સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પણ આ પવિત્ર જળનો ઉપયોગ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ મહામંત્રી રહ્યાં હાજર
પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે યાત્રાને ‘જન સેવાથી રાષ્ટ્ર સેવા’ની યાત્રા ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા સતત કામગીરી થઈ રહી છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર, કેશોદ, જૂનાગઢ, ગોંડલ, જસદણ, ધંધુકા, ધોળકા, સાણંદ, બેચરાજી, મહેસાણા સહિતના વિવિધ સ્થળોએથી પસાર થઈને 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. વડનગર ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રાનું સમાપન થશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





