Arvalli News : મોડાસામાં ₹4.10 લાખના બે ઘોડાની ચોરીનો ભેદ ઉકેલાયો, પિતા-પુત્રને પોલીસે ઝડપી પાડયા



Modasa Horse Theft Case
Arvalli News : મોડાસામાં ₹4.10 લાખના બે ઘોડાની ચોરીનો ભેદ ઉકેલાયો, પિતા-પુત્રને પોલીસે ઝડપી પાડયા



Modasa Horse Theft Case
Arvalli News : માજુમ જળ પાસે આવેલા કાઝીના ખેતરમાંથી ચોરાયેલા અંદાજે ₹4.10 લાખની કિંમતના બે ઘોડા પોલીસે શોધી કાઢ્યા છે. આ મામલે પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસાના માજુમ જળ પાસે આવેલા કાઝીના ખેતરમાંથી બે ઘોડાની ચોરી થઈ હતી. ચોરી થયેલા ઘોડામાં એક સફેદ રંગનો ઘોડો હતો, જેની અંદાજિત કિંમત ₹2.40 લાખ હતી. જ્યારે બીજો લાલ અને સફેદ પટ્ટાવાળો ઘોડો હતો, જેની કિંમત આશરે ₹1.70 લાખ હોવાનું જણાવાયું છે. બંને ઘોડાની કુલ કિંમત ₹4.10 લાખ થાય છે.
ઘોડાની ચોરીની ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ તપાસમાં લાગી હતી
પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પહાડપુર રોડ પર આવેલી એક સ્કૂલના CCTV કેમેરાના ફૂટેજ પોલીસ માટે મહત્વની કડી સાબિત થયા હતા. ફૂટેજની તપાસ દરમિયાન એક શંકાસ્પદ પીકઅપ ગાડી નજરે પડી હતી.
આ ગાડીના આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી. પોલીસને GJ-31-T-4119 નંબરની પીકઅપ ગાડીની કડી મળી હતી. આ નંબરના આધારે પોલીસે તપાસનો વ્યાપ વધારી આરોપીઓ સુધી પહોંચ મેળવી હતી. તપાસ દરમિયાન અહમતપુરા ગામે આરોપીઓના ઘર નજીકથી ચોરી થયેલા બંને ઘોડા મળી આવ્યા હતા. પોલીસે બંને ઘોડા કબજે કરી લીધા હતા.
પોલીસે બે આરોપીને ઝડપી પાડયા
આ કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓ પિતા-પુત્ર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓએ પૈસાની લેતીદેતીના મુદ્દે ઘોડાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
મોડાસા ટાઉન પોલીસની ઝડપી તપાસ અને CCTV ફૂટેજની મદદથી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે. પોલીસે કુલ ₹4.10 લાખની કિંમતના બંને ઘોડા કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પિતા-પુત્રની સંડોવણી અંગે હવે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




