Developed Gujarat : અમદાવાદમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત



Developed Gujarat to Developed India
Developed Gujarat : અમદાવાદમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત



Developed Gujarat to Developed India
Developed Gujarat : અમદાવાદના પંડિત દીનદયાળ ઑડિટોરિયમ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ગુજરાતથી શરૂ થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવા અને વિકાસયાત્રાને વિવિધ માધ્યમો દ્વારા નિહાળી હતી.
પ્રદર્શનમાં પેનલ, પોસ્ટર્સ અને દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓના માધ્યમથી વડાપ્રધાનની જાહેરજીવનની સફર અને વિકાસલક્ષી પહેલોની માહિતી રજૂ કરવામાં આવી છે.
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રદર્શન નિહાળવા આવેલા નાગરિકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી તમામ નાગરિકોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રદર્શનના આયોજન અને તેમાં રજૂ કરવામાં આવેલી માહિતીની સરાહના કરી હતી.
કૃષિથી ઉદ્યોગ સુધી ગુજરાતની વિકાસયાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં 25 વર્ષ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ વિશેષ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ સહિતનાં ક્ષેત્રોમાં થયેલી કામગીરીની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત, કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, જ્યોતિગ્રામ યોજના, ઈ-મમતા, મિશન મંગલમ, જ્ઞાનશક્તિ, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને પશુ આરોગ્ય મેળા જેવી વિવિધ પહેલોની માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
નાગરિકો માટે 5 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે પ્રદર્શન
મુલાકાતીઓ માટે વડાપ્રધાનની 25 વર્ષની વિકાસયાત્રા સાથે સંકળાયેલી ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દીનદયાળ ઑડિટોરિયમ ખાતે યોજાયેલું આ પ્રદર્શન 5 ઓક્ટોબર સુધી દરરોજ સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે.
નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત લઈને ગુજરાતની વિકાસયાત્રા અને વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




