Arvalli : 15 બાઈક સાથે ખતરનાક રેસિંગ, દધાલિયાનો વીડિયો વાયરલ થતાં ટીંટોઈ પોલીસે શખ્સોની કરી ધરપકડ



tintoi bike racing
Arvalli : 15 બાઈક સાથે ખતરનાક રેસિંગ, દધાલિયાનો વીડિયો વાયરલ થતાં ટીંટોઈ પોલીસે શખ્સોની કરી ધરપકડ



tintoi bike racing
Arvalli : વાયરલ વીડિયોમાં યુવકો બાઇકો સાથે ખતરનાક રીતે રેસિંગ કરતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, રેસિંગ દરમિયાન કેટલીક બાઇકોના સાઈલન્સરમાંથી ચિનગારીઓ ઉડાવતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. આ પ્રકારના જોખમી બાઈક સ્ટંટ અને રેસિંગના કારણે માર્ગ પર અન્ય વાહનચાલકો તેમજ રાહદારીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થવાની શક્યતા હતી.
દધાલિયાનો વીડિયો વાયરલ થતાં ટીંટોઈ પોલીસનો સપાટો
દધાલિયા ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલો ટીંટોઈ પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસે વાયરલ વીડિયોને આધારે તપાસ શરૂ કરી હતી. વીડિયો ક્યારે અને ક્યાં બનાવવામાં આવ્યો હતો તેમજ તેમાં દેખાતા યુવકો અને બાઇકો અંગે માહિતી મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની ટીમે વાયરલ વીડિયાના આધારે તપાસને ઝડપી બનાવી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે બાઈક રેસિંગ સાથે સંકળાયેલા યુવકોને ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી બાઇકો પણ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટીંટોઈ પોલીસે આરોપીઓને દબોચ્યા
જાહેર રસ્તાઓ પર બેફામ ઝડપે વાહન ચલાવવું અથવા જોખમી રીતે રેસિંગ કરવું માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નહીં, પરંતુ અન્ય લોકોના જીવ માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવા અથવા સ્ટંટ બતાવવાની લ્હાયમાં યુવાનો ઘણીવાર જોખમી પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. ટીંટોઈ પોલીસની આ કાર્યવાહી બાદ બાઈક રેસિંગ કરતા યુવકોમાં કાયદાનો ભય ઊભો થાય તેવી શક્યતા છે.
પોલીસ દ્વારા આવા વાયરલ વીડિયો પર નજર રાખીને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં વાયરલ વીડિયો પોલીસ માટે મહત્વની કડી સાબિત થયો, જેના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બાઇકો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજીને બાઈક ચલાવવું કેટલું જોખમી બની શકે છે. યુવાનોને પણ આવા જોખમી સ્ટંટ અને રેસિંગથી દૂર રહી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



