Aravalli News: અરવલ્લી પ્રવાસના અંતિમ દિવસે મંત્રી પ્રદ્યુમન વાજાએ ગ્રામજનો સાથે કર્યો સંવાદ, બાળકો સાથે લીધુ ભોજન


મંત્રી પ્રદ્યુમન વાજાએ ગ્રામજનો સાથે કર્યો સંવાદ
Aravalli News: અરવલ્લી પ્રવાસના અંતિમ દિવસે મંત્રી પ્રદ્યુમન વાજાએ ગ્રામજનો સાથે કર્યો સંવાદ, બાળકો સાથે લીધુ ભોજન


મંત્રી પ્રદ્યુમન વાજાએ ગ્રામજનો સાથે કર્યો સંવાદ
Aravalli News: અરવલ્લી જિલ્લામાં કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના ત્રણ દિવસીય પ્રવાસનો આજે અંતિમ દિવસ રહ્યો હતો. 72 કલાકના આ પ્રવાસ દરમિયાન મંત્રીએ ભિલોડા, શામળાજી અને મેઘરજ તાલુકાનાં વિવિધ ગામોની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે વિકાસકાર્યોની પ્રગતિ અને સ્થાનિક પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી.
મંત્રીએ મેઘરજ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી
પ્રવાસના અંતિમ દિવસે મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ મેઘરજ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. રેલ્લાવાડા ખાતે વિવિધ સમાજના પ્રમુખો, આગેવાનો, વેપારીઓ, વકીલો તેમજ સંતો-મહંતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક પ્રશ્નો અને વિસ્તારના વિકાસને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નું પણ નિહાળ્યું હતું.

બાળકો સાથે આત્મીય સંવાદ કર્યો
ત્યારબાદ મંત્રીએ કંટાળુ ગામની આદિવાસી વસાહતોની મુલાકાત લીધી હતી. અહીં ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી તેમની રજૂઆતો સાંભળી હતી. કંટાળુ ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા. આગળ વલુણા ગામે પ્રાથમિક શાળા અને આશ્રમશાળાની મુલાકાત દરમિયાન બાળકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. એટલું જ નહીં, બાળકો સાથે સમૂહ ભોજન કરીને તેમની સાથે સમય વિતાવ્યો હતો.
સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા
મેઘરજ ખાતે પશુપાલન, સખી મંડળ અને વનધન કેન્દ્રો સાથે સંકળાયેલી મહિલાઓ સાથે પણ બેઠક યોજી હતી. મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓ, સ્વરોજગાર અને સ્થાનિક સ્તરે થતી કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે મંત્રીનો આ 72 કલાકનો ત્રણ દિવસીય પ્રવાસ ભિલોડા, શામળાજી અને મેઘરજ તાલુકામાં કેન્દ્રિત રહ્યો હતો. પ્રવાસ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રોની મુલાકાત લઈને વિકાસકાર્યોની સ્થિતિ જાણી હતી અને સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad News: નારણપુરામાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર સાથે 20થી 25 લોકોના ટોળાનો હુમલો




