Bhiloda News : ભિલોડા હાથમતી બ્રિજ પર જોખમી ગડર અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે, તંત્રને કેમ નથી દેખાતું!


Bhiloda News ભિલોડા હાથમતી બ્રિજ પર જોખમી ગડર
Bhiloda News : ભિલોડા હાથમતી બ્રિજ પર જોખમી ગડર અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે, તંત્રને કેમ નથી દેખાતું!


Bhiloda News ભિલોડા હાથમતી બ્રિજ પર જોખમી ગડર
Bhiloda News : બ્રિજ પરનો ગડર વારંવાર તૂટીને લટકી પડતો હોવા છતાં તેની યોગ્ય મરામત કરવામાં આવતી નથી. પરિણામે તૂટેલા ગડર નીચેથી જ વાહનોની અવરજવર ચાલુ રહે છે, જે કોઈપણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હાથમતી બ્રિજ પર ભારે વાહનોને રોકવા માટે ગડર મૂકવામાં આવ્યો હતો.
જોકે, આ ગડર વારંવાર તૂટી જવાની અને લટકી પડવાની સ્થિતિ સર્જાય છે. ગડર તૂટેલો હોવા છતાં વાહનચાલકોને સુરક્ષિત રીતે પસાર થવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. ખાસ કરીને મોટા વાહનો અને અન્ય વાહનચાલકો માટે આ સ્થિતિ જોખમી બની રહી છે.
ગડરનો અમૂક ભાગ તૂટી ગયો છે
તૂટેલા ગડર નીચેથી વાહનો પસાર થતાં અકસ્માતનો ભય સતત રહે છે. જો ગડર અચાનક નીચે પડી જાય તો વાહનચાલકોને ગંભીર ઈજા પહોંચવાની અથવા જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત, ભારે વાહનો પણ બેરોકટોક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોવાના કારણે બ્રિજની મજબૂતાઈ અને સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રની ગાડીઓ પણ આ જ રસ્તેથી પસાર થાય છે.
છતાં તૂટેલા ગડરની સ્થિતિ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ આ જોખમી પરિસ્થિતિ જોઈ શકે છે, તો પછી તાત્કાલિક સમારકામ કેમ કરવામાં આવતું નથી?
સમારકામમાં બેદરકારીને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ છે
બ્રિજ પરથી પસાર થતી વખતે લોકો અકસ્માતની આશંકા સાથે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા હાથમતી બ્રિજ પરના તૂટેલા ગડરની તાત્કાલિક મરામત કરવામાં આવે, ભારે વાહનોના પ્રવેશ પર યોગ્ય નિયંત્રણ રાખવામાં આવે અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ જોખમી પરિસ્થિતિને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરે છે કે નહીં.




