Samvidhan GauravDiwas : 26 થી 30 નવેમ્બર સુધી ભાજપનું સંવિધાન જાગૃતિ અભિયાન યોજાશે, જુઓ Video

Samvidhan GauravDiwas : સુરતમાં પત્રકાર પરિષદ યોજી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ આગામી કાર્યક્રમોની જાહેરાત કરી છે.
Vivek Shah
Vivek Shah

Samvidhan GauravDiwas : સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે 26થી 30 નવેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભાજપ દ્વારા રેલીઓ, વિશેષ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ બંધારણના મૂલ્યો, નાગરિક અધિકારો અને નાગરિકોની ફરજો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં યોજાનારા કાર્યક્રમો મારફતે બંધારણની જોગવાઈઓ અને લોકશાહી વ્યવસ્થાના મહત્વને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં ગૌતમ ગેડિયાએ આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, 26થી 30 નવેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. તેમાં રેલીઓ, વિશેષ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.