Aravalli : મોડાસાના રાણાસૈયદમાં પોલીસની મોટી કાર્યવાહી, કતલના ઈરાદે બાંધી રાખેલા 50 ગૌવંશને બચાવાયા


Aravalli
Aravalli : મોડાસાના રાણાસૈયદમાં પોલીસની મોટી કાર્યવાહી, કતલના ઈરાદે બાંધી રાખેલા 50 ગૌવંશને બચાવાયા


Aravalli
Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાણાસૈયદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કતલ કરવાના ઈરાદે બાંધી રાખવામાં આવેલા 50 ગૌવંશને પોલીસે સુરક્ષિત રીતે છોડાવ્યા છે. આ કાર્યવાહીમાં 30 ગાય, 4 બળદ અને 16 વાછરડાં મળી કુલ 50 પશુઓને બચાવવામાં આવ્યાં છે. પોલીસે બચાવેલા ગૌવંશની અંદાજિત કિંમત રૂ.2.29 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી
મળતી માહિતી મુજબ, રાણાસૈયદ વિસ્તારમાં ગૌવંશને ગેરકાયદેસર રીતે બાંધી રાખવામાં આવ્યાં હોવાની બાતમીના આધારે મોડાસા ડિવિઝન પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી માટે પોલીસની બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં LCB, SOG અને પેરોલ-ફર્લો સ્ક્વોડ સહિતની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી. પોલીસની તપાસ દરમિયાન સ્થળ પરથી 50 ગૌવંશ મળી આવ્યા હતા. આ તમામ પશુઓને ઘાસચારા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વિના બાંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. પશુઓની હાલત અત્યંત દયનીય અને મરણતોલ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, પશુઓને કતલ કરવાના ઈરાદે રાખવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
પોલીસે તમામ 50 ગૌવંશને સુરક્ષિત રીતે છોડાવી તેમની સંભાળ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, આ મામલે કુલ 8 આરોપીઓ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોડાસા ડિવિઝન પોલીસની આ સંયુક્ત કાર્યવાહીને પગલે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અને પશુઓ પર થતા અત્યાચાર સામે પોલીસની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ સામે આવી શકે છે.
આ પણ વાંચો : Kutch : ભચાઉમાં ગેરકાયદેસર રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત




