Get News Alerts

Never miss breaking news updates.

Kutch : ભચાઉમાં ગેરકાયદેસર રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

Kutch : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતા રેતી વોશિંગ પ્લાન્ટ સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 04:50 PM IST
Kutch : ભચાઉમાં ગેરકાયદેસર રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્તKutch : ભચાઉમાં ગેરકાયદેસર રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

Kutch

Kutch : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતા રેતી વોશિંગ પ્લાન્ટ સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભચાઉના નારણસરી ગામની સીમમાં ખેતીની જમીન પર બિનખેતીની પરવાનગી મેળવ્યા વિના રેતી વોશિંગ પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાની બાબત સામે આવતાં તંત્રએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રેતી વોશિંગ પ્લાન્ટ પર તપાસ હાથ ધરવામાં આવી

મળતી માહિતી મુજબ, ભચાઉના પ્રાંત અધિકારી અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા નારણસરી ગામની સીમમાં આવેલા રેતી વોશિંગ પ્લાન્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેતીની જમીન પર જરૂરી બિનખેતીની મંજૂરી વિના પ્લાન્ટનું સંચાલન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ટીમે સ્થળ પર દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી એક હિટાચી મશીન, ચાર ડમ્પર, એક ટ્રક સહિત અન્ય વાહનો અને સાધનો મળી આવ્યા હતા. તંત્ર દ્વારા તમામ વાહનો અને મશીનરીને જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 3 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વાહનો કબજે કરી લેવાયા

આ કાર્યવાહી બાદ જપ્ત કરવામાં આવેલા વાહનોનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સંબંધિત નિયમો અને મંજૂરીઓનું ઉલ્લંઘન કરીને પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ખેતીની જમીનનો બિનખેતીના હેતુ માટે ઉપયોગ કરવા જરૂરી મંજૂરી મેળવવી આવશ્યક છે. ત્યારે નારણસરીની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી વોશિંગ પ્લાન્ટ સામે થયેલી આ કાર્યવાહીથી ખાણ-ખનીજ અને જમીન સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Navsariમાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: અંબિકા નદીમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, ₹2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.