Aravalli News: LCBની બે મોટી કાર્યવાહી, 2,309 બોટલ દારૂ-બિયર સાથે બે શખ્સ ઝડપાયા

Aravalli News: અરવલ્લી LCBએ બે સ્થળોએ દરોડા પાડી 2,309 બોટલ-ટીન દારૂ-બિયર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા અને રૂ.18.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
Kunjan Shukal
Kunjan Shukal
કુલ રૂપિયા 18.90 લાખનો મુદ્દામાલ કબજેકુલ રૂપિયા 18.90 લાખનો મુદ્દામાલ કબજે

કુલ રૂપિયા 18.90 લાખનો મુદ્દામાલ કબજે

Aravalli News: જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી કરતા તત્વો સામે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા બે મોટી પ્રોહિબિશન કાર્યવાહી કરવામાં આવી છે. અલગ-અલગ સ્થળોએ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં દારૂ અને બિયર ભરેલી બે કાર ઝડપી પાડવામાં આવી છે. બંને કારમાંથી કુલ 2,309 બોટલ અને ટીન દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા 18.90 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી LCBની ટીમે બાતમીના આધારે પ્રથમ કાર્યવાહી ફરેડી ગામની સીમમાં કરી હતી. અહીં દારૂનો જથ્થો ભરીને લઈ જવામાં આવી રહેલી મહિન્દ્રા XUV300 કારને ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસમાં XUV300 કાર પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.

2,309 બોટલ અને ટીન દારૂ-બિયર જપ્ત કર્યા

બીજી કાર્યવાહી જામાપુર વિસ્તારમાં ક્રિષ્ણા નર્સિંગ કોલેજ નજીક કરવામાં આવી હતી. અહીંથી દારૂ ભરેલી ક્રેટા કારને LCB પોલીસે ઝડપી પાડી હતી. કારની તપાસ કરતાં તેમાંથી પણ મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને કાર્યવાહીમાં પોલીસે કુલ 2,309 બોટલ અને ટીન દારૂ-બિયર જપ્ત કર્યા છે. સાથે જ બંને વાહનો સહિત કુલ રૂપિયા 18.90 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે, દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. LCB દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બંને કેસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અરવલ્લી LCBની આ બેવડી કાર્યવાહીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Ahmedabad Ellisbridge Police : અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે કર્યો ચકલી ગેંગનો પર્દાફાશ, ઘરફોડ અને વાહનચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલી બે આરોપી ઝડપ્યા