Aravalli News: ચોપલાવત ગામે અકસ્માતોનો સિલસિલો યથાવત્, તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા

Aravalli News: અરવલ્લી જિલ્લાના ચોપલાવત ગામ નજીકથી પસાર થતા બાયડ–લુણાવાડા હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Kunjan ShuklaUpdated on: 01 Nov 2026 08:30 PM IST
Aravalli News: ચોપલાવત ગામે અકસ્માતોનો સિલસિલો યથાવત્, તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનો રસ્તા પર ઉતર્યાAravalli News: ચોપલાવત ગામે અકસ્માતોનો સિલસિલો યથાવત્, તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા

Aravalli News

Aravalli News: અરવલ્લી જિલ્લાના ચોપલાવત ગામ નજીકથી પસાર થતા બાયડ–લુણાવાડા હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર સતત જીવલેણ અકસ્માતો બનતા હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષાના પગલા લેવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મધરાત્રે રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. આ વિરોધમાં ગામની મહિલાઓ, માતાઓ-બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આક્રોશિત ગ્રામજનોએ મધરાત્રે હાઈવે પર એકત્ર થઈ ચક્કાજામ કર્યો

મળતી માહિતી મુજબ, ચોપલાવત ગામ નજીક બાયડ–લુણાવાડા હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. ગઈકાલે પણ આ માર્ગ પર વધુ એક વ્યક્તિનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. વારંવાર નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી વધી રહી છે. અકાળે થતા મોતથી આક્રોશિત ગ્રામજનોએ મધરાત્રે હાઈવે પર એકત્ર થઈ ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોએ રસ્તા પર વિરોધ નોંધાવતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ વિરોધના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવાની પણ માગ

ગ્રામજનોની મુખ્ય માગ છે કે અકસ્માતો અટકાવવા માટે હાઈવે પર તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, રંબલ સ્ટ્રીપ્સ મૂકવામાં આવે તેમજ વાહનચાલકોને સાવચેત કરવા ચેતવણી બોર્ડ લગાવવામાં આવે. આ ઉપરાંત રાત્રિના સમયે અકસ્માતોનું જોખમ ઘટાડવા માટે પૂરતી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવાની પણ માગ ઉઠાવવામાં આવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે હવે માત્ર આશ્વાસનથી સંતોષ માનવામાં આવશે નહીં, પરંતુ તંત્રએ તાત્કાલિક ધોરણે સુરક્ષાનાં પગલાં ભરવા પડશે. હાઇવે પર થયેલા ચક્કાજામના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના વિરોધ બાદ તંત્ર આ માર્ગ પર અકસ્માતો રોકવા માટે ક્યારે નક્કર કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: Jamnagar News: જામનગરમાં બાળકી સાથે દુષ્કર્મનો અત્યંત ગંભીર મામલો, બે વૃદ્ધોની પોલીસે કરી ધરપકડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.