Vadodara News: વડોદરા ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી, આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની 542 પેટી ઝડપાઈ

Vadodara News: સાવલી નજીક દોડકા ટોલનાકા પાસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. વડોદરા ગ્રામ્ય LCBએ બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી.
Kunjan ShuklaUpdated on: 01 Nov 2026 05:16 PM IST
Vadodara News: વડોદરા ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી, આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની 542 પેટી ઝડપાઈVadodara News: વડોદરા ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી, આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની 542 પેટી ઝડપાઈ

Vadodara News

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી નજીક દોડકા ટોલનાકા પાસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. વડોદરા ગ્રામ્ય LCBએ બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી છે. આઈસરમાંથી વિદેશી દારૂની 542 પેટી મળી આવી હતી. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 82,83,360નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર રાયકા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક પસાર થવાની બાતમી વડોદરા ગ્રામ્ય LCBને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ આઈસર ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 542 પેટી મળી આવી હતી. જેમાં દારૂની કુલ 16,404 બોટલ અને ટીનનો સમાવેશ થાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને આઈસર ટ્રક સહિત કુલ રૂપિયા 82,83,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો

આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેરના આશુરામ બિશ્નોઈ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ સમગ્ર મામલે ભાદરવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે દારૂની હેરાફેરી પાછળ સંકળાયેલા અન્ય શખ્સો અને સમગ્ર નેટવર્કની વિગતો મેળવવા તપાસ કરી રહી છે. વડોદરા ગ્રામ્ય LCBની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, આ દારૂના જથ્થા પાછળનું સમગ્ર નેટવર્ક તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Amreli News: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાઈકચાલકનું કરુણ મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.