Gandhinagar: કર્ણાવતી યુનિવર્સિટીના 7મા દીક્ષાંત સમારોહમાં કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક હાજર, જવાનોના બાળકોના શિક્ષણ માટે થયા MoU

Gandhinagar: ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી અને CGWWA વચ્ચે MoU થયો. ભારતીય કોસ્ટ ગાર્ડના ફરજ બજાવતા, નિવૃત્ત અને અવસાન પામેલા જવાનોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળશે.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 05:29 PM IST
Gandhinagar: કર્ણાવતી યુનિવર્સિટીના 7મા દીક્ષાંત સમારોહમાં કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક હાજર, જવાનોના બાળકોના શિક્ષણ માટે થયા MoUGandhinagar: કર્ણાવતી યુનિવર્સિટીના 7મા દીક્ષાંત સમારોહમાં કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક હાજર, જવાનોના બાળકોના શિક્ષણ માટે થયા MoU

Gandhinagar

Gandhinagar: ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટી ખાતે 31 ઓક્ટોબર, 2026ના રોજ 7મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ પરમેશ શિવમણિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ટાઈમ્સ ગ્રૂપનાં એડિટર-ઇન-ચીફ નવિકા કુમાર વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં.

સમારોહ દરમિયાન ડાયરેક્ટર જનરલ પરમેશ શિવમણિના હસ્તે વિવિધ વિદ્યાશાખાના પીએચડી સંશોધકો અને સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી તથા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તેમને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ અને મહેનતને બિરદાવી હતી. આ સાથે જ યુવા પેઢીને શિસ્ત, પ્રામાણિકતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો સાથે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.

karnavati university1.webp

કોસ્ટ ગાર્ડના જવાનોના બાળકોના શિક્ષણ માટે MoU

આ પ્રસંગે કોસ્ટ ગાર્ડ વેલફેર એન્ડ વેલનેસ એસોસિએશન (CGWWA) અને કર્ણાવતી યુનિવર્સિટી વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારનો મુખ્ય હેતુ ફરજ બજાવતા, નિવૃત્ત તેમજ શહીદ અથવા અવસાન પામેલા ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોના બાળકોને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવાનો છે.

karnavati university2.webp

આ MoU પર તત્રક્ષિકાના પ્રમુખ પ્રિયા પરમેશ અને કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ ઋતેશ હડાએ હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગ હેઠળ કોસ્ટ ગાર્ડના જવાનોના બાળકોને યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવાની તક મળશે, જેથી તેઓ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.

karnavati university3.webp

જવાનોના પરિવારોના કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ પહેલ

આ સમજૂતી કરાર ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દેશની દરિયાઈ સુરક્ષાની જવાબદારી નિભાવતા જવાનોના પરિવારને શિક્ષણ સહિતની સુવિધાઓ પૂરી પાડવી પણ સંસ્થાની પ્રાથમિકતા છે.

કર્ણાવતી યુનિવર્સિટીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે આ ભાગીદારી કરવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. આ પહેલથી કોસ્ટ ગાર્ડના જવાનોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી તકો ઊભી થશે.

આ પણ વાંચો: Vadodara News: વડોદરા ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી, આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની 542 પેટી ઝડપાઈ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.