Jamnagar News: જામનગરમાં બાળકી સાથે દુષ્કર્મનો અત્યંત ગંભીર મામલો, બે વૃદ્ધોની પોલીસે કરી ધરપકડ

Jamnagar News: જામનગર શહેરમાં સગીરા સાથે દુષ્કર્મના ગંભીર આક્ષેપોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાડા બાર વર્ષની બાળકી ગર્ભવતી બન્યા બાદ 6 માસના અધૂરા ગર્ભકાળે મૃત બાળકને જન્મ આપ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 01 Nov 2026 06:56 PM IST
Jamnagar News: જામનગરમાં બાળકી સાથે દુષ્કર્મનો અત્યંત ગંભીર મામલો, બે વૃદ્ધોની પોલીસે કરી ધરપકડJamnagar News: જામનગરમાં બાળકી સાથે દુષ્કર્મનો અત્યંત ગંભીર મામલો, બે વૃદ્ધોની પોલીસે કરી ધરપકડ

Jamnagar News

Jamnagar News: જામનગર શહેરમાં સગીરા સાથે દુષ્કર્મના ગંભીર આક્ષેપોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાડા બાર વર્ષની બાળકી ગર્ભવતી બન્યા બાદ 6 માસના અધૂરા ગર્ભકાળે મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે પોલીસ તપાસ દરમિયાન DNA પરીક્ષણના અહેવાલ અને સગીરાના નિવેદનના આધારે 65 અને 66 વર્ષના બે વૃદ્ધોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને અદાલતના હુકમથી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

તપાસને મજબૂત બનાવવા માટે પોલીસે વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા

મળતી માહિતી મુજબ, ગત 2 ઓગસ્ટના રોજ સગીરાની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ છ માસના અધૂરા ગર્ભકાળે મૃત બાળકનો જન્મ થયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જામનગર સિટી બી ડિવિઝન પોલીસે સગીરાના નિવેદનના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસને મજબૂત બનાવવા માટે પોલીસે વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા હતા. આ અંતર્ગત સગીરા, મૃત બાળક અને શંકાસ્પદ વ્યક્તિઓના નમૂના લઈ DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

આ ઘટનાએ બાળ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા

ફોરેન્સિક તપાસના અહેવાલ અને સગીરાના નિવેદનના આધારે પોલીસને જુનસ એલિયાસ ચમડિયા (ઉંમર આશરે 66 વર્ષ) અને બશીર નૂરમામદ જોખિયા (ઉંમર આશરે 65 વર્ષ)ની કથિત સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે કાયદાકીય કાર્યવાહી આગળ વધી રહી છે. આ ઘટનાએ બાળ સુરક્ષા અને સમાજની જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. નાની ઉંમરની બાળકી સાથે બનેલી આ ઘટના અત્યંત ચિંતાજનક છે. સગીરાની ઓળખ અને ગોપનીયતા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. હવે આ કેસમાં આગળની તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પર સૌની નજર છે.

આ પણ વાંચો: Kheda Car Fire: નડિયાદના મોગલકોટ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ, આસપાસમાં મચ્યો અફરાતફરીનો માહોલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.