Amit Chavda Statement on Inflation: મોંઘવારી મુદ્દે અમિત ચાવડાના નિવેદન પર ભાજપનો પલટવાર, અનિલ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર


anil patel reaction amit chavda inflation statement
Amit Chavda Statement on Inflation: મોંઘવારી મુદ્દે અમિત ચાવડાના નિવેદન પર ભાજપનો પલટવાર, અનિલ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર


anil patel reaction amit chavda inflation statement
Amit Chavda Statement on Inflation: ગુજરાતમાં મોંઘવારીના મુદ્દે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મોંઘવારી મુદ્દે કરેલા નિવેદન સામે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે અમિત ચાવડાના નિવેદનને રાજકીય ગણાવતા કોંગ્રેસના શાસનકાળ અને વર્તમાન સરકારની આર્થિક નીતિઓ વચ્ચે સરખામણી કરી હતી.
જિયોપોલિટિકલ પરિસ્થિતિને કારણે વિશ્વના અનેક દેશોમાં મોંઘવારીની સ્થિતિ સર્જાઈ
ડો. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મોંઘવારીનો દર 18થી 20 ટકા સુધી રહેતો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની સરકારના સમયમાં મોંઘવારીની સ્થિતિ કેવી હતી તે સૌ જાણે છે. જ્યારે વર્ષ 2014 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોંઘવારીના દરને સતત નિયંત્રણમાં રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક જિયોપોલિટિકલ પરિસ્થિતિને કારણે વિશ્વના અનેક દેશોમાં મોંઘવારીની સ્થિતિ સર્જાઈ છે. માલસામાનના પુરવઠા અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિનો અભ્યાસ અમિત ચાવડાએ કરવો જોઈએ. સરકાર દ્વારા સપ્લાય ચેઈન ખોરવાય નહીં અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય નિવેદનબાજી વધુ તેજ
અનિલ પટેલે અમિત ચાવડાને જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) અને છૂટક ભાવ સૂચકાંક વચ્ચેનો તફાવત સમજવાની સલાહ પણ આપી હતી. તેમના જણાવ્યા મુજબ, WPIમાં થયેલા વધારા પાછળ વૈશ્વિક પરિસ્થિતિ, હોર્મુઝની ખાડીમાં તણાવ અને શિપિંગ ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે. ક્રૂડ ઓઈલ તથા નેચરલ ગેસના ભાવમાં પણ વિવિધ સ્થળોએ વધારો થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, નાફેડ જેવી સંસ્થાઓ દ્વારા વેપારીઓને સબસિડીના ભાવે ટામેટા, ડુંગળી અને લોટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારની પ્રાથમિકતા ખાદ્ય સામગ્રીની અછત ઊભી ન થાય અને સામાન્ય નાગરિકને મોંઘવારીની અસરથી બચાવવાની છે. આમ, મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય નિવેદનબાજી વધુ તેજ બની છે.




