Get News Alerts

Never miss breaking news updates.

Anand News : આણંદ-બોરસદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 3 યુવાનના મોતથી મચ્યો ખળભળાટ

Anand News : આણંદ-બોરસદ માર્ગ પર વાંસખીલીયા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 28 Sep 2026 11:17 AM IST
Anand News : આણંદ-બોરસદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 3 યુવાનના મોતથી મચ્યો ખળભળાટAnand News : આણંદ-બોરસદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 3 યુવાનના મોતથી મચ્યો ખળભળાટ

Anand Accident News

Anand News : નિજાનંદ રિસોર્ટ નજીક બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા ત્રણ યુવાનોના મોત થયા છે, જ્યારે ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

મળતી માહિતી મુજબ, નિજાનંદ રિસોર્ટ નજીક બે બાઇકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઇક સવાર છ યુવાનોમાંથી ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન અથવા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.

અકસ્માતમાં 3 યુવાનના મોત

અકસ્માતમાં નાપા વાંટાના 19 વર્ષીય અરમાન રફીક રાણા અને સમીર રાજેશ રાણાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બોરસદના અંસાર ઝુબેર બેલીમનું પણ અકસ્માતમાં કરુણ મોત થયું છે. ત્રણેય યુવાનોના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બીજી તરફ, નાપા વાંટાના તનવીર રાણા સહિત ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝીને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક કરમસદ મેડિકલ અને આણંદ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બંને બાઇકોને ભારે નુકસાન થયું હતું

ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતની સ્થિતિનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ બાદ હોસ્પિટલ ખાતે પણ લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા. યુવાનોના પરિવારજનો અને પરિચિતોમાં શોકની લાગણી જોવા મળી હતી. બોરસદ અને નાપા વિસ્તારમાં પણ આશાસ્પદ યુવાનોના મોતના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બંને બાઇકો સામસામે કેવી રીતે અથડાઈ તે અંગે આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ત્રણ યુવાનોના મોત અને ત્રણ યુવાનોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની આ ઘટનાએ પરિવારજનો સાથે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.

આ પણ વાંચો : Mahisagar News : વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ શિક્ષક સસ્પેન્ડ, વિદ્યાર્થીને ડ્રીલ મશીન મારવાનો હતો આક્ષેપ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે