Get News Alerts

Never miss breaking news updates.

Anand ના પેટલાદમાં આકાશી આફત, વીજળી પડતાં એકસાથે 3 મકાન ધરાશાયી

Anand જિલ્લાના પેટલાદ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 01:12 PM IST
Anand ના પેટલાદમાં આકાશી આફત, વીજળી પડતાં એકસાથે 3 મકાન ધરાશાયીAnand ના પેટલાદમાં આકાશી આફત, વીજળી પડતાં એકસાથે 3 મકાન ધરાશાયી

Anand

Anand : પેટલાદ તાલુકાના શેખડી રોડ પર રબારીયાપુરા-મોટી કેનાલ નજીક શનિવારે સાંજના સમયે અચાનક વીજળી પડતાં એકસાથે ત્રણ મકાન ધરાશાયી થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે ઘટના સમયે મકાનોમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મકાન ધરાશાયી થયું

મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે આશરે 5 થી 6 વાગ્યાની વચ્ચે પેટલાદ તાલુકાના શેખડી રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા પણ થઈ રહ્યા હતા. આ દરમિયાન રબારીયાપુરા-મોટી કેનાલ નજીક અચાનક આકાશી વીજળી ત્રાટકી હતી.

વીજળીના પ્રચંડ પ્રહારના કારણે મહેશભાઈ રાવજીભાઈ પરમાર, ચંપકભાઈ પરષોત્તમભાઈ પરમાર અને અમરતભાઈ પરષોત્તમભાઈ પરમારના મકાનોને ભારે નુકસાન થયું હતું. વીજળી પડ્યા બાદ ત્રણેય મકાનો એકસાથે ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મકાનો ધરાશાયી થવાથી માલમત્તાને નુકસાન થયું હતું

જોકે, સદનસીબે ઘટના સમયે મકાનોમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ ઈજા કે જાનહાનિ થઈ નહોતી. જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની જાણ વહીવટી તંત્રને કરવામાં આવતા તંત્રની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વીજળી પડવાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્ત મકાનોની સ્થિતિ તેમજ માલમત્તાને થયેલા નુકસાન અંગે જરૂરી વિગતો મેળવવામાં આવી હતી.

તંત્ર દ્વારા નુકસાનીનો તાગ મેળવી અસરગ્રસ્ત પરિવારોને સરકારના નિયમો મુજબ સહાય મળી શકે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. ઘટનાનો અહેવાલ પણ ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે. ભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે એકસાથે ત્રણ મકાનો ધરાશાયી થવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, મકાનોમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાએ ભારે વરસાદ દરમિયાન વીજળીથી સાવચેતી રાખવાની જરૂરિયાત પણ ફરી એકવાર દર્શાવી છે.

આ પણ વાંચો : Surat ના કતારગામમાં કરુણ ઘટના, ગેસ ગીઝરની ગૂંગળામણથી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે