Jamnagar: જામનગરમાં વિદ્યાસહાયક ભરતી કેમ્પ, 325 ઉમેદવારોને શાળાઓની ફાળવણી, જુઓ VIDEO
Jamnagar: જામનગરમાં વિદ્યાસહાયક ભરતી કેમ્પ, 325 ઉમેદવારોને શાળાઓની ફાળવણી, જુઓ VIDEO
Jamnagar: જામનગરની નેશનલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાસહાયક ભરતી-2026 અંતર્ગત ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધોરણ 1થી 5 માટે આશરે 325 ઉમેદવારોને વિવિધ શાળાઓની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાનો માર્ગ મોકળો થયો છે.
ભરતી પ્રક્રિયાના માધ્યમથી ઉમેદવારો શાળાઓની પસંદ
ભરતી પ્રક્રિયા પારદર્શક અને સરળ બને તે માટે ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના માધ્યમથી ઉમેદવારો શાળાઓની પસંદગી કરી શક્યા હતા. આ સાથે જ ખાલી જગ્યાઓની લાઈવ માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે મોટું પગલું
ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી માટે 50-50 ઉમેદવારોના અલગ-અલગ સ્લોટ નક્કી કરવામાં આવ્યા હતા. આ વ્યવસ્થાથી ભરતી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં મદદ મળી હતી.
આ ભરતી કેમ્પના પરિણામે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.




