Amreli: લીલીયાના પુંજાપાદર ફાટક નંબર 42-C પર અંડરપાસ મંજૂર, 11 કરોડના ખર્ચે થશે નિર્માણ



Punjapadar Underpass Liliya
Amreli: લીલીયાના પુંજાપાદર ફાટક નંબર 42-C પર અંડરપાસ મંજૂર, 11 કરોડના ખર્ચે થશે નિર્માણ



Punjapadar Underpass Liliya
Punjapadar Underpass Liliya: લીલીયા તાલુકાના પુંજાપાદર રેલવે ફાટક નંબર 42-C પર લાંબા સમયથી ચાલી રહેલા અવરજવરના પ્રશ્નનો હવે ઉકેલ આવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ ફાટક પર અંડરપાસ બનાવવાની મંજૂરી મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંડરપાસનું સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

11 કરોડના ખર્ચે બનશે અંડરપાસ
મળતી માહિતી મુજબ, પુંજાપાદર ફાટક નંબર 42-C પર અંદાજે 11 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે. અંડરપાસ બનવાથી ફાટક બંધ રહેવાના કારણે થતી અવરજવરની સમસ્યામાં રાહત મળવાની આશા છે. ખાસ કરીને ખેડૂતો અને વાહનચાલકો ઉપરાંત ઈમરજન્સી સેવાઓ માટેની એમ્બ્યુલન્સની અવરજવર પણ સરળ બનશે.
વર્ષોથી અટવાયેલા પ્રશ્નનો ઉકેલ
પુંજાપાદર ફાટક પર અંડરપાસ બનાવવાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બન્યો હતો. હવે અંડરપાસની મંજૂરી અને ભૂમિપૂજન બાદ વર્ષોથી અટવાયેલા પ્રશ્નનો ઉકેલ આવવાની શરૂઆત થઈ છે. અંડરપાસનું કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક ખેડૂતો, વાહનચાલકો તેમજ આસપાસના ગ્રામજનોને ફાટક પર થતી રાહ જોવાની સમસ્યામાંથી રાહત મળવાની અપેક્ષા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





