Political News: ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા તેજ, હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનથી રાજકીય ગરમાવો


Rajula MLA Hira Solanki News
Political News: ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા તેજ, હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનથી રાજકીય ગરમાવો


Rajula MLA Hira Solanki News
Political News: ગુજરાતના રાજકારણમાં કોળી સમાજને મુખ્યમંત્રી પદે સ્થાન આપવાની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. પબુભા માણેકના નિવેદન બાદ રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ કોળી સમાજને રાજકીય રીતે મોટું સ્થાન મળવું જોઈએ તેવી વાતને સમર્થન આપ્યું છે. હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ મુદ્દે નિવેદન આપતાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.
કોળી સમાજને હજુ વધુ મોટું સ્થાન મળવું જોઈએ
હીરા સોલંકીએ જણાવ્યું કે તેમના ભાઈએ જે વાત કરી છે તે યોગ્ય છે અને કોળી સમાજને હજુ વધુ મોટું સ્થાન મળવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના શાસન દરમિયાન કોળી સમાજને ઉચ્ચ સ્થાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને દરેક સમાજને સમયાંતરે યોગ્ય સ્થાન મળતું હોય છે. મુખ્યમંત્રી પદ અંગેના સવાલ પર હીરા સોલંકીએ સ્પષ્ટતા કરી કે રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય ભાજપનું મોવડીમંડળ લે છે. પક્ષની નેતાગીરી જે નિર્ણય કરે તે અંતિમ હોય છે અને આ પ્રક્રિયામાં પક્ષના સંગઠન તથા નેતૃત્વની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે.
નેતૃત્વ અને સત્તામાં ભાગીદારી અંગે ચર્ચાઓ તેજ બની
બીજી તરફ, મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ કોળી સમાજને રાજકીય રીતે વધુ મહત્વ અને મોટું સ્થાન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ નિવેદનોને પગલે કોળી સમાજના રાજકીય પ્રતિનિધિત્વ અને સત્તામાં ભાગીદારીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વિવિધ સમાજોના રાજકીય પ્રતિનિધિત્વ, નેતૃત્વ અને સત્તામાં ભાગીદારી અંગે ચર્ચાઓ તેજ બની રહી છે. કોળી સમાજના નેતાઓનાં નિવેદનો બાદ રાજકીય વર્તુળોમાં આ મુદ્દે કેવા નવા સમીકરણો સર્જાય છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: Ahmedabad Fire: નિર્ણયનગર અંડરપાસ પાસે આગની ઘટના, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો




