Amreli: જાફરાબાદના કડિયાળી ગામમાં તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, બે દિવસથી હતો ગુમ



Kadiyali Youth Death
Amreli: જાફરાબાદના કડિયાળી ગામમાં તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, બે દિવસથી હતો ગુમ



Kadiyali Youth Death
Kadiyali Youth Death: જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં સ્થાનિક તળાવમાંથી 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ગોવિંદ બાંભણિયા નામનો યુવક છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો. યુવક ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન ગામના સ્થાનિક તળાવમાં યુવકનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો.

તળાવમાં મૃતદેહ મળતા ગ્રામજનો દોડી આવ્યા
તળાવમાં મૃતદેહ હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. 20 વર્ષીય ગોવિંદ બાંભણિયાનો મૃતદેહ મળી આવતા કડિયાળી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. યુવકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





