Amreli News: રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન પલટી મારતાં વીજ પુરવઠો ખોરવાયો

Amreli News: મશીન પલટી મારવાની ઘટનામાં PGVCLના વીજ વાયર અને વીજ થાંભલાને નુકસાન પહોંચતાં જાફરાબાદ રોડ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 08:48 PM IST
Amreli News: રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન પલટી મારતાં વીજ પુરવઠો ખોરવાયોAmreli News: રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન પલટી મારતાં વીજ પુરવઠો ખોરવાયો

Amreli News

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. મશીન પલટી મારવાની ઘટનામાં PGVCLના વીજ વાયર અને વીજ થાંભલાને નુકસાન પહોંચતાં જાફરાબાદ રોડ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અચાનક વીજળી ગુલ થતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કેટલાક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો

મળતી માહિતી અનુસાર, રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન દ્વારા કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક મશીનનું સંતુલન બગડતા હિટાચી મશીન પલટી મારી ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મશીન પલટી મારતાં PGVCLના વીજ વાયર તેમજ વીજ થાંભલાને નુકસાન થયું હતું. જેના કારણે જાફરાબાદ રોડ પર આવેલા કેટલાક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિક વેપારીઓ, રહીશો અને અન્ય વીજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી

ઘટનાની જાણ થતાં જ PGVCLની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વીજ કર્મચારીઓ દ્વારા નુકસાન પામેલા વીજ વાયર અને થાંભલાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ વીજ પુરવઠો શક્ય તેટલી ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વીજ વિભાગની ટીમ દ્વારા સલામતીના જરૂરી પગલાં સાથે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ફરી શરૂ કરી શકાય.

આ ઘટનામાં હિટાચી મશીન પલટી મારવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, વીજ વાયર અને થાંભલાને નુકસાન થતાં સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. PGVCLની ટીમની કામગીરી બાદ વીજળી પુનઃસ્થાપિત થવાની આશા સ્થાનિક રહીશોમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Unity Day Parade: 'સરદાર વલ્લભભાઈ પટેલ વગર આજના ભારતની કલ્પના કરવી પણ મુશ્કેલ': PM મોદી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.