Gandhinagar Mayor: ગાંધીનગરને આજે મળશે નવા મેયર, બપોરે 12 વાગ્યે સામાન્ય સભા


Gandhinagar Municipal Corporation new mayor selection ગાંધીનગર નવા મેયર
Gandhinagar Mayor: ગાંધીનગરને આજે મળશે નવા મેયર, બપોરે 12 વાગ્યે સામાન્ય સભા


Gandhinagar Municipal Corporation new mayor selection ગાંધીનગર નવા મેયર
Gandhinagar Mayor: ગાંધીનગર મહાનગરપાલિકાને આજે નવા મેયર મળશે. બપોરે 12 વાગ્યે મનપાની સામાન્ય સભા યોજાવાની છે, જેમાં મેયર સહિત મહાનગરપાલિકાના મુખ્ય હોદ્દેદારોનાં નામની જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ ભાજપ તરફથી આવનાર પ્રભારી મેયરના નામનું કવર ખોલશે અને ત્યારબાદ હોદ્દેદારોનાં નામ જાહેર કરવામાં આવશે.
મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોનાં નામ જાહેર થશે
સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનાં નામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત પર રાજકીય વર્તુળો અને ગાંધીનગરના નાગરિકોની નજર ટકેલી છે.
OBC કેટેગરીમાંથી મેયરની પસંદગીની શક્યતા
મળતી માહિતી મુજબ, રોટેશન વ્યવસ્થા અનુસાર આ વખતે OBC કેટેગરીમાંથી મેયરની પસંદગી થવાની છે. ગાંધીનગર મનપાના સાત OBC કોર્પોરેટરોમાંથી કોઈ એકને મેયરપદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પદને લઈને ચર્ચા
ડેપ્યુટી મેયરપદ માટે બ્રહ્મ સમાજ અથવા ક્ષત્રિય સમાજની મહિલા કોર્પોરેટરની પસંદગી થઈ શકે તેવી ચર્ચા છે. બીજી તરફ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પાટીદાર સમાજને ફાળવવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે બપોરે 12 વાગ્યે યોજાનારી સામાન્ય સભામાં ભાજપ દ્વારા કોને કઈ જવાબદારી સોંપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. સત્તાવાર જાહેરાત બાદ જ ગાંધીનગર મનપાના નવા હોદ્દેદારોનાં નામ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Nikol Accident: અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનરનો કહેર, ફૂટપાથ પર સૂતા પરિવારને કચડ્યો





