Amreli Ganesh Visarjan દરમિયાન દુર્ઘટના, 4 યુવકો દરિયામાં ડૂબ્યા; 3નો બચાવ, 1 લાપતા



Amreli Ganesh Visarjan
Amreli Ganesh Visarjan દરમિયાન દુર્ઘટના, 4 યુવકો દરિયામાં ડૂબ્યા; 3નો બચાવ, 1 લાપતા



Amreli Ganesh Visarjan
Amreli Ganesh Visarjan: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠે ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ચાંચબંદર ગામ નજીક ગણેશજીની મૂર્તિના વિસર્જન દરમિયાન ચાર યુવકો દરિયામાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
3 યુવકોનો બચાવ, એક યુવક લાપતા
પ્રાથમિક માહિતી મુજબ, ગણેશજીની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરતી વખતે ચાર યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, એક યુવક હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે. લાપતા યુવકની ઓળખ વીરસીંગભાઈ જેરામભાઈ ગુજરીયા તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે.
તંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં મામલતદાર, TDO અને પીપાવાવ મરીન પોલીસ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી લાપતા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દરિયામાં શોધખોળ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને યુવકને શોધવા માટે વધુ મદદ લેવામાં આવી રહી છે.
કોસ્ટગાર્ડને પણ જાણ
લાપતા યુવકની શોધખોળમાં મદદ માટે પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડની મદદથી દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ લાપતા યુવકને શોધવા માટે તંત્ર, પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા સંયુક્ત રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ચાંચબંદર ગામ અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલા તાલુકાના ચાંચબંદર ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન ચાર યુવકો દરિયામાં ડૂબ્યા. ત્રણનો બચાવ, એક યુવક લાપતા; શોધખોળ શરૂ.
આ પણ વાંચો : Ahmedabad:ISRO પાસે મોડી રાત્રે અકસ્માત, એક્ટિવા ચાલક યુવકનું મોત






