Ahmedabad:ISRO પાસે મોડી રાત્રે અકસ્માત, એક્ટિવા ચાલક યુવકનું મોત



Ahmedabad
Ahmedabad:ISRO પાસે મોડી રાત્રે અકસ્માત, એક્ટિવા ચાલક યુવકનું મોત



Ahmedabad
Ahmedabad: અમદાવાદમાં ISRO નજીક મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક્ટિવા પર સવાર યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રક કે ST બસની અડફેટે મોતની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, એક્ટિવા ચાલક યુવકને કોઈ ભારે વાહને અડફેટે લીધો હોવાની આશંકા છે. ટ્રક અથવા ST બસની અડફેટે યુવકનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માત કયા વાહનથી થયો તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને કયા વાહનની અડફેટે યુવકનું મોત થયું તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. CCTVના આધારે અકસ્માતમાં સંડોવાયેલા વાહનની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાશે
અકસ્મતની ઘટના બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે અકસ્માતની હકીકત તથા જવાબદાર વાહન અંગે વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ઇસરો પાસે મોડી રાત્રે અકસ્માત, એક્ટિવા ચાલકનું મોત






