Junagadh Lili Parikrama: જૂનાગઢમાં લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, જંગલમાં સાધુ-સંતો અને વેપારીઓનો જમાવડો


Junagadh Girnar Lili Parikrama preparation forest department લીલી પરિક્રમા
Junagadh Lili Parikrama: જૂનાગઢમાં લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, જંગલમાં સાધુ-સંતો અને વેપારીઓનો જમાવડો


Junagadh Girnar Lili Parikrama preparation forest department લીલી પરિક્રમા
Junagadh Lili Parikrama: જૂનાગઢની પ્રખ્યાત લીલી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરિક્રમાને લઈને જંગલ વિસ્તારમાં સાધુ-સંતો અને વેપારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક સમયે શાંત રહેતા જંગલના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બીજી તરફ, જંગલ વિસ્તારમાં વાહનોની અવરજવર વધતાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. આ દરમિયાન બોરદેવી નજીક સાધુ-સંતો સાથે વેપારીઓ દ્વારા કનડગત અને દાદાગીરી કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જાગી છે.
પરિક્રમાને લઈને જંગલ વિસ્તારમાં માનવ મહેરામણ
લીલી પરિક્રમાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. જંગલ વિસ્તારમાં સાધુ-સંતો અને વેપારીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. પરિક્રમાના રૂટ પર દુકાનો અને અન્ય વ્યવસ્થાઓ ઊભી થવાથી જંગલ વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
બોરદેવી નજીક સાધુ સાથે વેપારીની દાદાગીરીનો વીડિયો વાયરલ
જંગલમાં બોરદેવી નજીક ધૂણો ધખાવીને બેઠેલા એક સાધુ સાથે શાકભાજી અને કરિયાણું વેચવા આવેલા વેપારી દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વેપારીઓ દ્વારા સાધુ-સંતોને કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
વન વિભાગના અધિકારીઓએ કરી મધ્યસ્થી
મળતી માહિતી મુજબ, જંગલ વિભાગના અધિકારીઓ રાત્રિના સમયે પરિક્રમાના રૂટ પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સાધુ સાથેના વિવાદની જાણ થતાં અધિકારીઓએ મધ્યસ્થી કરી હતી અને વેપારીને અન્ય જગ્યાએ ખસેડવા સૂચના આપી હતી.
RFO ગુલાબબેન દ્વારા મોડી રાત સુધી નિરીક્ષણ
લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને જંગલ વિભાગ દ્વારા રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જંગલ વિભાગનાં RFO ગુલાબબેને મોડી રાત સુધી પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. પરિક્રમા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને સાધુ-સંતો સહિત શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગ દ્વારા વ્યવસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે.




