Amreli News: કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથો વચ્ચે ધિંગાણું, મહિલાઓ પર પણ હુમલો

Amreli News: અમરેલી જિલ્લાના કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. નાણાકીય વ્યવહારની તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા.
Kunjan Shukal
Kunjan Shukal
Amreli NewsAmreli News

Amreli News

Amreli News: અમરેલી જિલ્લાના કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. નાણાકીય વ્યવહારની તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન લોખંડના પાઈપ અને પ્લાસ્ટિકના પાઈપ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મારામારી દરમિયાન મહિલાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો છે, જે સામે આવતાં કુંકાવાવ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઉશ્કેરાયેલા લોકોએ બાઈક અને કારમાં તોડફોડ કરી

મળતી માહિતી મુજબ, કુંકાવાવમાં પૈસાની લેતીદેતીને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બોલાચાલીનું રૂપાંતર મારામારીમાં થયું હતું. બંને પક્ષના લોકોએ એકબીજા પર લોખંડના પાઈપ અને પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હિંસક બબાલ દરમિયાન મહિલાઓને પણ નિશાન બનાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, મારામારીની સાથે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ બાઈક અને કારમાં તોડફોડ કરી હતી. એક કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

16 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો

આ સમગ્ર મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. પૈસાની લેતીદેતી મામલે થયેલી આ હિંસક બબાલનો વીડિયો હવે સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે વડિયા પોલીસ મથકે કુલ 16 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પૈસાની સામાન્ય લેતીદેતીનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાતા કુંકાવાવ પંથકમાં આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: Gir Somnath: રાખેજ ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ, 6 વીઘાનો પાક બળીને ખાખ