Get News Alerts

Never miss breaking news updates.

Amod : 'I LOVE AMOD'ના બોર્ડ નીચે જ કચરાના ઢગલા, નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સવાલો

Amod : આમોદના મુખ્ય ચાર રસ્તા પર આમોદની ઓળખ સમાન 'I LOVE AMOD' સેલ્ફી પોઈન્ટ નીચે જ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા નગરપાલિકાની સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.
Kunjan ShuklaUpdated on: 18 Sep 2026 03:16 PM IST
Amod : 'I LOVE AMOD'ના બોર્ડ નીચે જ કચરાના ઢગલા, નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સવાલોAmod : 'I LOVE AMOD'ના બોર્ડ નીચે જ કચરાના ઢગલા, નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સવાલો

Amod

Amod : આમોદના મુખ્ય ચાર રસ્તા પર આમોદની ઓળખ સમાન 'I LOVE AMOD' સેલ્ફી પોઈન્ટ નીચે જ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા નગરપાલિકાની સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. શહેરની સુંદરતા માટે મૂકાયેલું બોર્ડ જ ગંદકી વચ્ચે ઉભું હોવાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ અંગે ધ્યાન દોરાયું હોવા છતાં સ્થિતિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.

કોંગ્રેસ શાસિત નગરપાલિકાની કામગીરી સામે સવાલો

આ મુદ્દે ભાજપ યુવા મોરચાના શહેર મહામંત્રી મુકેશ લક્ષ્મણ રબારીએ કોંગ્રેસ શાસિત નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે અગાઉ ભાજપના શાસન દરમિયાન ગંદકીના મુદ્દે વિરોધ કરનારા કોંગ્રેસના નેતાઓની હાલની કામગીરી અંગે પણ પ્રશ્નો કર્યા છે. આ દરમિયાન DGVCL દ્વારા CSR હેઠળ નગરપાલિકાને સફાઈ માટે મિની JCB અને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે, ત્યારે તેનો માત્ર લોકાર્પણ પૂરતો નહીં પરંતુ શહેરની ગંદકી દૂર કરવા અસરકારક ઉપયોગ કરવાની માગ ઉઠી છે.

સમગ્ર શહેરમાંથી ગંદકી દૂર થાય તેવી માગ

શહેરના જાહેર સ્થળે ગંદકીના મુદ્દે સોશિયલ મીડિયામાં મીડિયાને નિશાન બનાવવાને બદલે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સવાલ કરવા જોઈએ તેવી પણ ચર્ચા છે. મીડિયા જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે ત્યારે સત્તા કોઈપણ પક્ષની હોય, સ્વચ્છતા સહિતના જનહિતના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી રહે છે. હવે આમોદની જનતા વચનો કે માત્ર દેખાવ નહીં, પરંતુ 'I LOVE AMOD' સહિત સમગ્ર શહેરમાં ગંદકી દૂર થાય અને નિયમિત સફાઈ વ્યવસ્થા ઉભી થાય તેવી પરિણામલક્ષી કામગીરીની અપેક્ષા રાખી રહી છે.

આ પણ વાંચો : Surat : ઉધના સ્થિત રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાઈ, 13 લોકો બેઝમેન્ટ-1માં ફસાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.