Gujarat Cold Wave: ગુજરાતમાં આગામી 48 કલાક ઠંડીમાં આંશિક રાહત, નવેમ્બર અંતથી ફરી ઠંડી વધવાની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Cold Wave: ગુજરાતમાં ઠંડીના વધતા-ઘટતા પ્રમાણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઈને આગાહી કરી છે.
Kunjan Shukal
Kunjan Shukal
ગુજરાતીમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહીગુજરાતીમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતીમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Cold Wave: ગુજરાતમાં ઠંડીના વધતા-ઘટતા પ્રમાણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા

દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 17 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ 30 અને લઘુત્તમ 22 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 26 અને 27 નવેમ્બર આસપાસ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ હવામાન ઘઉં, જીરું અને મસાલાના પાક માટે અનુકૂળ બની શકે છે. નવેમ્બર મહિનાના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

ઉત્તરાયણના દિવસે ઉત્તર-ઈશાનના પવન ફૂંકાવાની શક્યતા

ડિસેમ્બરની શરૂઆતમાં મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 14 અને 15 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. ઉત્તરાયણના દિવસે ઉત્તર-ઈશાનના પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે 18, 19 અને 20 જાન્યુઆરી દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે ઠંડી વધી શકે છે.

આ પણ વાંચો: Mehsana News: કડીમાંથી ચોરાયેલું એક્ટિવા મહેસાણા LCBએ ઝડપી પાડ્યું, મુઝફર મનસુરીની કરી ધરપકડ