Ahmedabad: 29 નવેમ્બરે ફિટ ઈન્ડિયા 'સન્ડેઝ ઓન સાયકલ'ની 100મી આવૃત્તિની ઉજવણી, ગુજરાતનાં ચાર શહેરમાં સાયકલ રેલી

Ahmedabad: 29 નવેમ્બરે ફિટ ઈન્ડિયા 'સન્ડેઝ ઓન સાયકલ'ની 100મી આવૃત્તિની ઉજવણી થશે. ગુજરાતનાં 4 શહેરમાં સવારે 6 વાગ્યાથી સાયકલ રેલી યોજાશે.
Nancy Shukal
Nancy Shukal
Ahmedabad: 29 નવેમ્બરે ફિટ ઈન્ડિયા સાયકલ અભિયાનની 100મી આવૃત્તિAhmedabad: 29 નવેમ્બરે ફિટ ઈન્ડિયા સાયકલ અભિયાનની 100મી આવૃત્તિ

Ahmedabad: 29 નવેમ્બરે ફિટ ઈન્ડિયા સાયકલ અભિયાનની 100મી આવૃત્તિ

Ahmedabad: દેશભરમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા ફિટ ઈન્ડિયા 'સન્ડેઝ ઓન સાયકલ' અભિયાનની 100મી આવૃત્તિની ઉજવણી 29 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવશે. આ ખાસ અવસરે ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં એકસાથે સાયકલ રેલીનું આયોજન કરાયું છે. અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નેતૃત્વ કરશે.

સવારે 6 વાગ્યાથી શરૂ થશે સાયકલ રેલી

ગુજરાતનાં ચારેય શહેરોમાં સવારે 6 વાગ્યાથી ફિટનેસ અભિયાનની શરૂઆત થશે. અમદાવાદમાં કાંકરિયા તળાવ, વડોદરામાં આનંદ વિદ્યા વિહાર સ્કૂલ, સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ભાવનગરમાં પાણીની ટાંકી પાસે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો અને સાયકલિંગના શોખીનો જોડાશે તેવી અપેક્ષા છે.

દેશભરમાં 100 સ્થળોએ એકસાથે ઉજવણી

ફિટ ઈન્ડિયા 'સન્ડેઝ ઓન સાયકલ'ની 100મી આવૃત્તિ નિમિત્તે દેશભરનાં 100 પ્રતિષ્ઠિત સ્થળોએ એકસાથે ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત 600થી વધુ જિલ્લાઓમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 15 લાખથી વધુ 'માય ભારત' સ્વયંસેવકો જોડાય તેવી અપેક્ષા છે.

સાયકલિંગ સાથે નશામુક્ત ભારતનો સંદેશ

આ વર્ષની થીમ 'ભારતના ઓલિમ્પિક સપના તરફ સાયકલિંગ' રાખવામાં આવી છે. સાયકલિંગ દ્વારા નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાની સાથે નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. આ અભિયાનનો હેતુ ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારવાનો અને યુવાનોને રમતગમત સાથે જોડવાનો છે.

કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિકના સંકલ્પને પ્રોત્સાહન

આ કાર્યક્રમ દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિકના આયોજનના સંકલ્પને પણ પ્રોત્સાહન મળશે. સાયકલિંગને લોકપ્રિય બનાવી રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આયોજન અંગે ભારતીય રમત સત્તામંડળ (SAI)ના પ્રાદેશિક નિયામક પ્રશાંત સિંહે પણ માહિતી આપી છે.

આ પણ વાંચો: Mahisagar: વિજ્ઞાન નાટક મહોત્સવમાં ગુજરાતની મોટી સિદ્ધિ, મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતા