Gujarat ATS : વડોદરામાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન, ગાડીમાંથી AK-47 ને 23 કારતૂસ મળ્યાં, આસામના એક શખ્સની અટકાયત કરાઈ

Gujarat ATS : વડોદરા જિલ્લામાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Gujarat ATS વડોદરામાં ATSની રેડ, ગાડીમાંથી AK 47 મળી આવીGujarat ATS વડોદરામાં ATSની રેડ, ગાડીમાંથી AK 47 મળી આવી

Gujarat ATS વડોદરામાં ATSની રેડ, ગાડીમાંથી AK 47 મળી આવી

Gujarat ATS : આ કાર્યવાહી દરમિયાન AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મૂળ આસામના એક શખસની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાત ATSને મળેલી બાતમીના આધારે જરોદ બસ સ્ટેશન પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક રનિંગ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ગાડીમાંથી AK-47 સહિત હથિયારો અને 23 જીવતા કારતૂસ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચ્યો છે. પકડાયેલા શખસનું મૂળ વતન આસામ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિનું જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાણ હોવાની માહિતી પણ સામે આવી છે. જોકે, આ જોડાણ અને તેની ભૂમિકા અંગેની વિગતોની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે. જરોદ પોલીસ મથકની હદમાં આવેલા જરોદ બસ સ્ટેશન નજીક ATSની ટીમે એક ચાલતી ગાડીમાંથી અત્યાધુનિક હથિયારોનો જથ્થો ઝડપી પાડ્યો છે.

હાલ ઝડપાયેલ શખ્સની પૂછપરછ ચાલુ છે

ATS દ્વારા હાલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી મળી આવેલા હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, આ હથિયારો મેળવવા પાછળ કોણ સામેલ હતું અને ગુજરાતમાં કોને પહોંચાડવાના હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, આરોપીના અન્ય સંપર્કો, હથિયારોની હેરફેર સાથે સંકળાયેલા લોકો અને સમગ્ર નેટવર્ક અંગે પણ તપાસ એજન્સીઓ માહિતી એકત્રિત કરી રહી છે. હથિયારોનો જથ્થો ગુજરાતમાં કયા હેતુથી લાવવામાં આવ્યો હતો તે જાણવું તપાસનો મહત્ત્વનો ભાગ બની શકે છે.

વડોદરાના જરોદમાંથી ઝડપાયો શખ્સ

વડોદરા જિલ્લાના જરોદ જેવા વિસ્તારમાંથી AK-47 અને જીવતા કારતૂસ મળી આવવાની ઘટનાને સુરક્ષાની દૃષ્ટિએ ગંભીરતાથી જોવામાં આવી રહી છે. ગુજરાત ATSની આ કાર્યવાહી બાદ તપાસનો વ્યાપ વધવાની શક્યતા છે.

હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, એક શખસની અટકાયત કરવામાં આવી છે અને તેની પાસેથી AK-47 તથા 23 જીવતા કારતૂસ મળી આવ્યા છે. જોકે, જૈશ-એ-મોહમ્મદ સાથેના કથિત જોડાણ, હથિયારોના સ્ત્રોત અને તેના સંભવિત ઉપયોગ અંગે અંતિમ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Surat Palsana Suspected Death : સુરતના પલસાણામાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ઝેરી દવા પીધાની આશંકા