Swachh Survekshan 2025-26: અમદાવાદ અને સાણંદ દેશભરમાં પ્રથમ, સફાઈ કર્મચારીઓનું AMC દ્વારા કરાયું સન્માન

Swachh Survekshan 2025-26: સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત ‘સ્વચ્છ શહેર જોડી’ કેટેગરીમાં અમદાવાદ અને સાણંદની જોડીએ દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Ahmedabad Municipal Corporation Mayor Hitesh BarotAhmedabad Municipal Corporation Mayor Hitesh Barot

Ahmedabad Municipal Corporation Mayor Hitesh Barot

Swachh Survekshan 2025-26: સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત ‘સ્વચ્છ શહેર જોડી’ કેટેગરીમાં અમદાવાદ અને સાણંદની જોડીએ દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્વચ્છતા અભિયાનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. AMCના સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનું પુષ્પો અર્પણ કરી અને મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

View post on Instagram

જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી જરૂરી

આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો નિર્ધાર આજે રાષ્ટ્રીય એવોર્ડના સ્વરૂપે સાકાર થયો છે. આ સન્માનનો સંપૂર્ણ શ્રેય સફાઈ કર્મચારીઓ, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેરના નાગરિકોના સહિયારા પ્રયાસોને જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે સફાઈ કર્મચારીઓની સતત મહેનત, અધિકારીઓનું માર્ગદર્શન અને નાગરિકોનો સહયોગ આ સફળતાનો પાયો છે. આ સિદ્ધિ જાળવી રાખવા માટે નાગરિકોએ પણ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લેવો જોઈએ. ખાસ કરીને કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી જરૂરી છે.

અમદાવાદના સ્વચ્છતા અભિયાનને નવી ઓળખ મળી

ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અમદાવાદના મેયરે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. અમદાવાદને મેન્ટર સિટી તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, જ્યારે સાણંદ મેન્ટી સિટી રહ્યું હતું. અમદાવાદે સાણંદ સહિત ગુજરાતના અન્ય શહેરોને કચરાનું વર્ગીકરણ, ઘન કચરા વ્યવસ્થાપન, વપરાયેલા પાણીના વ્યવસ્થાપન અને સફાઈ કર્મચારીઓના કલ્યાણ જેવા ક્ષેત્રોમાં ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ રાષ્ટ્રીય સિદ્ધિથી અમદાવાદના સ્વચ્છતા અભિયાનને નવી ઓળખ મળી છે.

આ પણ વાંચો: Kheda Police Attack: ખેડાના માછીયેલ ગામે ગરબા મામલે પોલીસ પર પથ્થરમારો, સરપંચ સહિત 11 સામે ગુનો નોંધાયો