Khoj Celebrity Mega Awards : અમદાવાદમાં ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન-3’નું ભવ્ય આયોજન, ઉભરતી પ્રતિભાઓનું સન્માન કરાયું


Khoj Celebrity Mega Awards ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન-3’
Khoj Celebrity Mega Awards : અમદાવાદમાં ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન-3’નું ભવ્ય આયોજન, ઉભરતી પ્રતિભાઓનું સન્માન કરાયું


Khoj Celebrity Mega Awards ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન-3’
Khoj Celebrity Mega Awards : કળા, સંગીત, ગાયન, મનોરંજન, મહિલા સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર પ્રતિભાઓને સન્માનિત કરવા માટે યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને પ્રતિભાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન આયોજક પુનિત લુલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. સીઝન-1 અને સીઝન-2ની સફળતા બાદ ત્રીજી સીઝન વધુ વ્યાપક અને પ્રેરણાદાયી બની રહી હતી.
આ સમારોહમાં અભિનેતા મૌલિક ચૌહાણ, જીફા (GIFA)ના હેતલ ઠક્કર, અભિનેતા જીતેન્દ્ર ઠક્કર, આંતરરાષ્ટ્રીય વાંસળીવાદક આર.બી. નાયર, વૈદિક જ્યોતિષી અને આધ્યાત્મિક ગુરુ ડૉ. રાહુલ ત્રિવેદી (શાસ્ત્રી), સંગીતકાર જોડી સમીર-માના અને આલાપ શાહ પ્રોડક્શનના આલાપ શાહ સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સંઘર્ષથી સફળતા સુધીની સફરને મળ્યું સન્માન
સમારોહની શરૂઆત મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી હતી. ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક અને સંગીતમય પ્રસ્તુતિઓએ કાર્યક્રમમાં આકર્ષણ ઉમેર્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા અને મહેનતના બળે આગવી ઓળખ ઉભી કરનાર વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે માત્ર જાણીતી હસ્તીઓ જ નહીં, પરંતુ સમાજમાં શાંતિથી અને નિષ્ઠાપૂર્વક ઉત્તમ કાર્ય કરતી સુષુપ્ત પ્રતિભાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.
વિજેતાઓની જીવનસફર અને તેમના સંઘર્ષની ઝલક રજૂ કરીને તેમની સિદ્ધિઓને પ્રેરણારૂપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનુભવી જજ અને જ્યુરી પેનલ દ્વારા તટસ્થ મૂલ્યાંકન બાદ વિવિધ શ્રેણીઓના વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા હતા.
ખોજ એવોર્ડ્સમાં અનેક પ્રતિભાઓ સન્માનિત
આયોજક પુનિત લુલ્લાએ જણાવ્યું હતું કે સીઝન-1 અને સીઝન-2ને મળેલા પ્રેમ અને પ્રોત્સાહન બાદ સીઝન-3ને પણ અદભુત પ્રતિસાદ મળ્યો છે. મહાનુભાવોની ઉપસ્થિતિએ કલાકારો અને વિજેતાઓનો ઉત્સાહ વધાર્યો છે.
વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને એક મંચ પર લાવી તેમની સિદ્ધિઓ અને સંઘર્ષયાત્રાને સમાજ સમક્ષ રજૂ કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આગામી સમયમાં ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ’ને વધુ શહેરોમાં વિસ્તારવાની સાથે માર્ગદર્શન, વર્કશોપ અને પરસ્પર જોડાણની તકો ઊભી કરીને નવી પ્રતિભાઓને આગળ વધારવાની નેમ પણ આયોજકોએ વ્યક્ત કરી હતી.




