Bharuch BJP Snehmilan : 2027માં ભરૂચની પાંચેય બેઠકો જીતવાનો ભાજપનો નિર્ધાર, સ્નેહમિલનમાં ચૂંટણી લક્ષ્ય જાહેર

Bharuch BJP Snehmilan : ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે વિરાટ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek Shah
Bharuch BJP Snehmilan ગુજરાતની 182 બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમBharuch BJP Snehmilan ગુજરાતની 182 બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમ

Bharuch BJP Snehmilan ગુજરાતની 182 બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમ

Bharuch BJP Snehmilan : આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થાય તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરી નૂતનવર્ષ અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચમાં પણ ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

ગુજરાતની 182 બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમ

153 ભરૂચ વિધાનસભા ભાજપના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આગામી 2027ની વિધાનસભા ચૂંટણી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ભાજપ અજેય લીડ સાથે જીત મેળવશે. તેમના નિવેદનથી ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા આગામી ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ અને સંગઠન મજબૂત કરવાની દિશામાં સંકલ્પ વ્યક્ત થયો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડે કાર્યકર્તાઓને સંબોધન કરતાં સંગઠનની તાકાત અને કાર્યકર્તાઓની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ જેવા સંગઠનમાં એક સામાન્ય બૂથ કાર્યકર્તાથી જિલ્લા પ્રમુખ સુધીની જવાબદારી પ્રાપ્ત કરવી શક્ય છે. કાર્યકર્તાઓ અને જનતામાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં હાજર લોકોની સંખ્યા એટલી મોટી હતી કે ખુરશીઓ પણ ઓછી પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડે કાર્યકર્તાઓના ઉત્સાહની પ્રશંસા કરી

આ સ્નેહમિલન સમારોહમાં પ્રકાશ મોદી, ભરતસિંહ પરમાર, દુષ્યંત પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, જતીન શાહ, ખુમાનસિંહ વાસીયા, ધર્મેશ મિસ્ત્રી, દેવેન્દ્ર વસાવા, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નૂતનવર્ષ સ્નેહમિલનના માધ્યમથી ભરૂચ ભાજપે કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ સાધ્યો હતો અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની તમામ પાંચ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કાર્યકરોનો ઉત્સાહ અને આગેવાનોના ચૂંટણીલક્ષી નિવેદનો રાજકીય ચર્ચાનો વિષય બન્યા હતા.

આ પણ વાંચો : Kutch Daban : કચ્છમાં 6 ગેરકાયદેસર દબાણો દૂર કરી ₹1.06 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ