Constitution Day 2026: અમદાવાદમાં JP નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર, આંબેડકરના મુદ્દે કર્યા આકરા આક્ષેપ


અમદાવાદમાં JP નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર
Constitution Day 2026: અમદાવાદમાં JP નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર, આંબેડકરના મુદ્દે કર્યા આકરા આક્ષેપ


અમદાવાદમાં JP નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર
Constitution Day 2026: અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જે.પી.નડ્ડાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન તથા સંવિધાન સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
View post on Instagram
ધર્મના આધારે અનામતનો લાભ લેવામાં આવતો હોવાનો પણ આક્ષેપ
જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા કહ્યું હતું કે, ઈતિહાસની જાણકારી ન હોવા છતાં એક અબોધ બાળકની જેમ 'વોટ ચોર, વોટ ચોર'ની વાત કરવામાં આવે છે. તેમણે કોંગ્રેસ પર આંબેડકરના વિચારો અને યોગદાનની અવગણના કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ડૉ. આંબેડકરે 1949-50 દરમિયાન સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત અંગે વાત કરી હતી અને ભાજપે તેનો અમલ કરવાની દિશામાં પગલાં લીધા છે. તેમણે ધર્મના આધારે અનામતનો લાભ લેવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
નડ્ડાના નિવેદનોથી રાજકીય ચર્ચા ગરમાઈ
કલમ 370 અંગે તેમણે કહ્યું હતું કે, ડૉ. આંબેડકર આ જોગવાઈના વિરોધમાં હતા, તેમ છતાં કોંગ્રેસે તેમના રાજીનામા બાદ કલમ 370 લાગુ કરી હતી. નડ્ડાએ એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસે ડૉ. આંબેડકરને સંવિધાન સભામાં ચૂંટાતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ કોંગ્રેસના વિરોધનો સામનો કરતા રહ્યા હતા. આ ઉપરાંત, તેમણે ડૉ. આંબેડકરને ભારત રત્ન એનાયત થવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, વી.પી. સિંહની સરકારને ભાજપનું સમર્થન હતું ત્યારે તેમને આ સન્માન મળ્યું હતું. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં અનામતના મુદ્દે પણ તેમણે ટિપ્પણી કરી હતી. સંવિધાન ગૌરવ દિવસના આ કાર્યક્રમમાં નડ્ડાના નિવેદનોથી રાજકીય ચર્ચા ગરમાઈ છે.
આ પણ વાંચો: Ahmedabad Fraud Case: પોલીસ કર્મચારીઓ સાથે રૂપિયા 50 લાખની છેતરપિંડી, પિતા-પુત્રની સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ




