Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad Vatva Police : વટવામાં ગાંજાનું વેચાણ કરતા 55 વર્ષીય શખ્સની ધરપકડ, વટવા પોલીસ NDPS ના કેસમાં નથી રાખતી કોઈ કચાશ

Ahmedabad Vatva Police : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 01 Oct 2026 03:32 PM IST
Ahmedabad Vatva Police : વટવામાં ગાંજાનું વેચાણ કરતા 55 વર્ષીય શખ્સની ધરપકડ, વટવા પોલીસ NDPS ના કેસમાં નથી રાખતી કોઈ કચાશAhmedabad Vatva Police : વટવામાં ગાંજાનું વેચાણ કરતા 55 વર્ષીય શખ્સની ધરપકડ, વટવા પોલીસ NDPS ના કેસમાં નથી રાખતી કોઈ કચાશ

Ahmedabad Vatva Police

Ahmedabad Vatva Police : વટવા વિસ્તારમાં વટવા પોલીસ સ્ટેશનની નાર્કોટિક્સ સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડીને જાહેરમાં ગાંજાનું વેચાણ કરવાના આરોપસર એક 55 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 105 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો કબજે કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 5,250 રૂપિયા હોવાનું જણાવાયું છે.

આરોપી છૂટકમાં કરતો હતો ગાંજાનું વેચાણ

પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનની નાર્કોટિક્સ અને સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી.

દરમિયાન નાર્કોટિક્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે વટવા કેનાલ રોડની સાઇડમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળના કેસરી રંગના કેબિન પાસે એક શખ્સ છૂટકમાં ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને દર્શાવેલી જગ્યા પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહેમૂદખાન ઉબેદખાન પઠાણ નામના 55 વર્ષીય શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વટવાની અલ અલફિયા સોસાયટીમાં રાજાની કરિયાણાની દુકાનની બાજુમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેની પાસેથી 105 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ કરી શરૂ

આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(A) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. વછેટા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ તથા સર્વેલન્સ સ્ક્વોડની ટીમે કરી હતી.

બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરીને પોલીસે વટવા વિસ્તારમાં ગાંજાના કથિત છૂટક વેચાણનો પર્દાફાશ કર્યો છે. હાલ આ કેસમાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ ચાલુ છે. આરોપી સામેના આક્ષેપોનો અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ થશે.

આ પણ વાંચો : Gandhinagar Election : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનો મેનિફેસ્ટો કરશે કામ? કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનું કોંગ્રેસનું વચન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે