Ahmedabad Scoripo Car Accident : અમદાવાદમાં સ્કોર્પિયોનો આતંક, નરોડામાં પૂરઝડપે અનેક વાહનોને અડફેટે લેતા બાઈકચાલક ઈજાગ્રસ્ત થયા


Ahmedabad Scoripo Car Accident નરોડા કાર અકસ્માત
Ahmedabad Scoripo Car Accident : અમદાવાદમાં સ્કોર્પિયોનો આતંક, નરોડામાં પૂરઝડપે અનેક વાહનોને અડફેટે લેતા બાઈકચાલક ઈજાગ્રસ્ત થયા


Ahmedabad Scoripo Car Accident નરોડા કાર અકસ્માત
Ahmedabad Scoripo Car Accident : પૂરઝડપે દોડતી સ્કોર્પિયો કારના ચાલકે રસ્તા પર એક પછી એક વાહનોને અડફેટે લેતાં અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. આ ઘટનામાં બાઈકચાલક ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ સ્કોર્પિયો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
નરોડા વિસ્તારમાં એક સ્કોર્પિયો ચાલક પૂરઝડપે અને બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો. આ દરમિયાન નરોડા સમશાન પાસે તેણે એક વાહનચાલકને અડફેટે લીધો હતો. ત્યારબાદ કારની ગતિ પર કાબૂ રાખવામાં નિષ્ફળ રહેતાં પેટ્રોલ પંપની સામે એક બાઈકચાલકને પણ ટક્કર મારી હતી.
અકસ્માતમાં બાઈકચાલક ઈજાગ્રસ્ત
આટલેથી પણ સ્કોર્પિયો ચાલક અટક્યો નહોતો. આગળ જતાં વિઠ્ઠલ પ્લાઝા પાસેના પાર્કિંગ વિસ્તારમાં પણ તેણે અન્ય વાહનોને અડફેટે લીધાં હતાં. એક પછી એક વાહનોને ટક્કર મારવાની આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટનામાં બાઈકચાલકને ઈજા પહોંચી હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. બેફામ રીતે વાહન ચલાવવાના કારણે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હોવાની ચર્ચા થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્કોર્પિયો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. જોકે, ચાલકે દારૂ પીધો હતો કે નહીં તેની પુષ્ટિ મેડિકલ તપાસ અને પોલીસની સત્તાવાર વિગતો બાદ જ થઈ શકશે.
G ડિવિઝન ટ્રાફિક પોલીસે ચાલકને ઝડપી પાડ્યો
ઘટનાની જાણ થતાં G ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્કોર્પિયો ચાલકને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હવે પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો, ચાલકની બેદરકારી કેટલી જવાબદાર હતી અને નશાની હાલતમાં વાહન ચલાવવાના આક્ષેપમાં કેટલી સચ્ચાઈ છે તે અંગે તપાસ કરવામાં આવશે.
નરોડામાં બનેલી આ ઘટનાએ શહેરમાં બેફામ ડ્રાઇવિંગ અને માર્ગ સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. એક જ વાહન દ્વારા અલગ-અલગ સ્થળોએ અનેક વાહનોને ટક્કર મારવાની ઘટનાને પગલે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.




